હાઈકોર્ટે સરકારી વકીલને તેમના આધિકારીઓને અગામી મુદત સુધી વાસણ ગામના ઝુપડાવાસીઓ વિરૂધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાની સુચના આપી હતી. વાસણ ગામના 42 રહીશો વતી વકીલ જયંત ભટ્ટ અને જીત ભટ્ટે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, વાસણ ગામનો વિસ્તાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. જ્યારે ઝુપડા તોડી પાડવાની નોટીસ ગાંધીનગર ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જીનિયર દ્વારા પાઠવામાં આવી છે જે યોગ્ય નથી. પર્યટન પ્રોજેક્ટ હેઠળ લેવાયેલી જમીન બાદ વૈક્લપિક જગ્યા આપવાની સરકારી જાહેરાતનું આજ દિવસ સુધી કોઈ અલમીકરણ કરવામાં આવ્યું નથી. રહેણાંક વ્યવસ્થા કે વળતર આપ્યા વગર ઝુપડપટ્ટી તોડી પાડવું એ મૂળભૂત અધિકારોનું ઉલ્લઘંન છે.
ગાંધીનગર પાટનગર પ્રોજેક્ટ માટે જમીન ગુમાવનારા રહીશોને 40 વર્ષે પણ ન્યાય ન મળતા હાઈકોર્ટમાં રિટ - ગાંધીનગર ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જીનિયર
ગાંધીનગરઃ વર્ષ 1965માં ગાંધીનગર પાટનગર પ્રોજેક્ટ માટે વાસણ ગામના રહીશોની જમીન સંપાદન કરાય હતી. જમીન ગુમાવનારાઓને વૈક્લપિક રહેઠાણની જાહેરાત કરાઈ હતી. પરંતુ 40 વર્ષ વીત્યા છતાં કઈં ન થતાં 20 ઝુપડા બાંધીને રહેતા હતાં. આ ઝુંપડાઓને તોડી પાડવાના ગાંધીનગર એકઝિક્યુટીવ એન્જીનિયર વિભાગની નોટીસને હાઈકોર્ટમાં પડકારતા મંગળવારે જસ્ટીસ વી.એમ પંચોલીએ રાજ્ય સરકાર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 18મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
![ગાંધીનગર પાટનગર પ્રોજેક્ટ માટે જમીન ગુમાવનારા રહીશોને 40 વર્ષે પણ ન્યાય ન મળતા હાઈકોર્ટમાં રિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4763394-thumbnail-3x2-gandhi.jpg)
ગાંધીનગર પાટનગર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરાયા બાદ વર્ષ 1979માં માર્ગ અને મકાન વિભાગે જમીન આપનાર તમામ લોકોને પ્લોટ આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહિ મોટાભાગના કિસ્સામાં લોકોને જમીન સંપાદનનું વળતર પણ ચુકવામાં આવ્યું નથી. 1985માં ગાંધીનગર કલેક્ટરે ડ્રો પદ્ધતિથી પ્લોટ ફાળવણીનો પ્રયાસ કર્યો હતો. પરતું આજ દિવસ સુધી તેનું અમલીકરણ થઈ શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર પાટનગર પ્રોજેક્ટ માટે વાસણ ગામના રહીશો પાસેથી લેવામાં આવેલી જમીનનો આજ દિવસ સુધી જાહેર કાર્યો માટે ઉપયોગ કરાઈ નથી. ગાંધીનર મ્યુનિસિપલ કોર્પોરેશન સંપાદિત જમીનનું કર હજી પણ વાસણ ગામના રહીશો પાસેથી વસુલતા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કેસની વિગત એવી છે કે વાસણ ગામના રહીશોએ 1965માં ગાંધીનગર પાટનગર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી જોકે ત્યારબાદ વૈક્લપિક રહેણાંક સુવિધા ઉપલબ્ધ કરાવી નથી અને ઝુપડાબાંધીને રહેતા લોકોના ઝુપડા તોડી પાડવા માટે ગાંધીનગર ડિવિઝન એકઝીક્યુટીવ એન્જીનિયર દ્વારા નોટીસ પાઠવામાં આવી હતી જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.