ગુજરાત

gujarat

ETV Bharat / state

ડોક્ટરો પોતાની કારકિર્દી દાવ પર ના મૂકે : નીતિન પટેલ - ગાંધીનગર ન્યૂઝ

છેલ્લા સાત દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે રેસિડેન્ટ ડોક્ટર દ્વારા અનેક પ્રકારના આક્ષેપો રાજ્ય સરકાર પર કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સૌથી પહેલા રેસિડેન્ટ ડોક્ટરો પોતાની હડતાલ પરત ખેંચે અને કામ પર લાગી જાય અને ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પાંચથી સાત જેટલા તજજ્ઞો અને પ્રોફેસરોની એક કમિટી બનાવીને ખાસ તપાસ કરીને આ મુદ્દાનો નિવારણ લાવવામાં આવશે.

ડોક્ટરો પોતાની કારકિર્દી દાવ પર ના મૂકે : નીતિન પટેલ
ડોક્ટરો પોતાની કારકિર્દી દાવ પર ના મૂકે : નીતિન પટેલ

By

Published : Aug 11, 2021, 12:46 PM IST

  • રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરોની હળતાલનો મામલો
  • અમદાવાદના 141 અને અન્ય જિલ્લાના કુલ 250 ડોક્ટરોને તકલીફ
  • ટેકામાં આવેલા ડોક્ટરોને કામ પર પરત જવા આરોગ્ય પ્રધાનની સૂચના
  • અન્ય ડોક્ટરો જો હડતાલમાં જોડાશે તો કારકિર્દી પર થશે આસર
  • રેસિડેન્ટ ડોક્ટરો પહેલા હડતલ પરત ખેંચે પછી સરકાર કમિટી બનાવીને તપાસ કરશે

ગાંધીનગર:છેલ્લા સાત દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે અને કામથી અળગા રહ્યા છે, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર દ્વારા અનેક પ્રકારના આક્ષેપો રાજ્ય સરકાર પર કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સૌથી પહેલા રેસિડેન્ટ ડોક્ટરો પોતાની હડતાલ પરત ખેંચે અને કામ પર લાગી જાય અને ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પાંચથી સાત જેટલા તજજ્ઞો અને પ્રોફેસરોની એક કમિટી બનાવીને ખાસ તપાસ કરીને આ મુદ્દાનો નિવારણ લાવવામાં આવશે. એ જ્યારે અન્ય ડોક્ટરો કે જેવો MBBSમાં અને માસ્ટર્સના પ્રથમ બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓને તેમને ટેકો પરત ખેંચવા માટે ની સૂચના રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપી છે.

આ પણ વાંચો:ખેડામાં હડતાલ પર ઉતરનારા 15 આરોગ્ય કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ

ડોક્ટરોની હડતાલ ગેરકાયદેસર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે જે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. તેમની માગ ગેરકાયદેસર છે અને તેમની પણ ગેરકાયદેસર છે. અમદાવાદના 141 જેટલા ડોક્ટરો અને રાજ્યના અન્ય મળીને કુલ 250 જેટલા ડોક્ટરોને જ રાજ્ય સરકારના નિર્ણયથી અને બોન્ડથી વાંધો છે. જ્યારે રાજ્ય સરકારની મેડિકલ કોલેજોમાં અગાઉ પરીક્ષા યોજાઇ ગઇ છે અને તેના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ અમદાવાદમાંની પરીક્ષા યોજાઇ હતી અને તેના કારણે પરિણામ અને સર્ટીફિકેટ પણ મોડું જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે જ આ સમગ્ર મુદ્દો ઉત્પન થયો હોવાનું નિવેદન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યા હતા
જે ડોક્ટરોએ ટેકો જાહેર કર્યો તેની કારકિર્દી પર આસર થશે.

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 250 જેટલા જ રેસિડેન્ટ ડોક્ટરોની તકલીફના કારણે તેઓ અત્યારે હડતાળ પર છે. જ્યારે અન્ય દ્વારા તેઓને ટેકો આપવામાં આવી રહ્યો છે. આમ અન્ય જેવો એ ટેકો જાહેર કરેલો છે. જેઓ પોતાનો ટેકો પરત ખેંચે નહીંતર તેઓને આગામી સમયમાં ભવિષ્યમાં તેમની કારકિર્દી પર પણ ભારે અસર પડશે. તેવી પણ ગરબી સુચના રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપી છે.

આ પણ વાંચો:રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી, ચર્ચા કરવા સરકાર તૈયાર : નીતિન પટેલ

જે ડોક્ટરોને દૂર જિલ્લા ફળવામાં આવ્યા છે તેઓની બદલી કરવા સરકાર તૈયાર

રજની પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે ડોક્ટરો હડતાળ પર છે અને તેઓને અલગ અન્ય દૂધના જિલ્લાઓમાં તેમને ફરજ પર રાખવામાં આવ્યા છે. તો જુઓ તેઓ હડતાલ પૂર્ણ કરશે. તો તેઓને તેમના નજીકના જિલ્લામાં પણ બદલી કરવા માટે રાજ્ય સરકાર તૈયાર છે પરંતુ તેઓ સૌપ્રથમ હડતાલ પૂર્ણ કરવી પડશે. જ્યારે નીતિન પટેલે એવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રેસિડન્ટ ડોક્ટર અત્યારે અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓને વિદ્યાર્થી તરીકે ગણવામાં આવતા હતા પરંતુ હવે તેઓ અભ્યાસ પૂર્ણ કરીને એક તજજ્ઞ ડોક્ટર બન્યા છે અને તેઓને રાજ્ય સરકાર દ્વારા દર મહિને 80 હજારના પગારની ક્લાસ વન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો મળતી માહિતી પ્રમાણે જે રેસિડેન્ટ ડોક્ટરો અત્યારે હડતાળ પર છે. તેઓએ ન કાળ દરમિયાન પોતાની ફરજ બજાવી હતી અને હવે કોરોનાના કેસ જેમ ધીમે ગતિએ છે, ત્યારે આ રેસિડેન્ટ ડોક્ટરોને ફાળવેલા જિલ્લામાં ફરીથી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાની સૂચના રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે પરંતુ જે સમયગાળો સિટીમાં બનાવવામાં આવ્યો છે. તેટલો વધુ સમય ગાળો તેઓને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ પાડવાની પણ સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. તેનો સમગ્ર વિરોધ થઈ રહ્યો છે આમ આ વિરોધને પગલે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે, ત્યારે હડતાલને અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ગેરવ્યાજબી ઠરાવી હતી, ત્યારે આજે ફરીથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ આ હડતાલને ગેરવ્યાજબી ઠરાવી છે.

ABOUT THE AUTHOR

...view details