3 મહિનામાં વહીવટી કારણોસર બીજી વખત અન્ય 26 IASની બદલી - ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી
ગાંધીનગર: રાજ્યના વહીવટી બાગ દ્વારા છેલ્લે 3 મહિના પહલા 60 જેટલા આઇ.એ.એસ અધિકારીની સાગમટે બદલી કરવામાં આવી હતી. પરંતુ હવે ફક્ત ત્રણ મહિનાની અંદર જ વહિવટી કારણોસર 26 જેટલા આઇ.એ.એસ. અધિકારીઓની બદલીનો હુકમ મોડી રાત્રે કરવામાં આવ્યો હતો.
3 મહિનામાં વહીવટી કારણોસર બીજી વખત અન્ય 26 IASની બદલી
આ બદલીઓમાં મહત્વના હોદ્દાની વાત કરવામાં આવે તો રાજ્યા પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં અગ્રસચિવ તરીકેની ફરજ બજાવતા સુનયના તોમરને એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે વધુ બે અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે. કમિશ્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
- બદલી થયેલા અધિકારીઓની લિસ્ટ
- સુનયના તોમર- અગ્ર સચિવ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- કમલ દયાણી- અગ્ર સચિવ પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ વિભાગ
- એસ.જે. હૈદર- અગ્ર સચિવ એમ.ડી. જી.એસ.આર.ટી.સી અને પોર્ટસ વિભાગ
- મનોજ અગ્રવાલ- અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ્ય વિકાસ વિભાગ
- સોનલ મિશ્રા- સચિવ નર્મદા પાણી પુરવઠા, કલ્પસર વિભાગ
- દિલિપકુમાર રાણા- કમિશ્નર ટ્રાઇબલ ડેવલોપેન્ટ ગાંઘીનગર
- નાગરાજન એમ. – ડિરેક્ટર હાયર એજ્યુકેશન
- રનજીત કુમાર- કમિશ્નર, એમએસએમઇ(સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ)
- આર.જી.ગોહિલ- કલેક્ટર આણંદ
- સી.જે. પટેલ- કલેક્ટર સાબરકાંઠા- હિંમતનગર
- સી.એમ. પાડલિયા- ઉપસચિવ, સામાજીક ન્યાય,
- પ્રવિણા ડિ.કે.- કલેક્ટર કચ્છ-ભુજ
- ગાર્ગી જૈન- ઉપસચિવ મહિલા-બાળ વિકાસ
- ડિ.એસ.ગઢવી- ડીડીઓ ખેડા નડિયાદ
- કે.એલ.બચ્ચાની- એમ.ડી.જીઆઇડીસી
- જી.એચ.ખાન- ડેપ્યુટી ડિરેક્ટર સ્પીપા
- ડો. વિપીન ગર્ગ – ડીડીઓ, નવસારી
- શાલિની દુહન – ઉપસચિવ એનર્જી પેટ્રોકેમિકલ્સ
- નિતીન શાંગવાન- ડે. મ્યુ. કમિશ્નર અમદાવાદ
- ભવ્ય વર્મા- ડિરેક્ટર લેબર વિભાગ
- નવનાથ ગાવહને- કમિશ્નર આરોગ્ય વિભાગ
- દેવ ચૌઘરી- રૂલર ડેવલોપેન્ટ ગાંઘીનગર
- રવિન્દ્ર ખાટલે- ડે.સેક્રેટરી કૃષી ફાર્મર કોર્પોરેશન
- યોગેશ ચૌધરી – એમ.ડી. દક્ષિણ વિજ કંપની
- તેજસ પરમાર – DDO અમરેલી
- ઓમપ્રકાશ- ડે.મ્યુ. કમિશ્નર અમદાવાદ