ગુજરાત

gujarat

ETV Bharat / state

તુવેરની ટેકાના ભાવે ખરીદીની નોંધણી 15 જાન્યુઆરી સુધી કરી શકાશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી 01 જાન્યુઆરી-2020થી 31 માર્ચ-2020 સુધી એટલે કે 90 દિવસ માટે શરૂ કરવામાં આવનાર છે. આ માટે ખેડૂતો દ્વારા ઓન-લાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે.

By

Published : Dec 28, 2019, 5:00 PM IST

etv bharat
તુવેરની ટેકાના ભાવે ખરીદીની નોંધણી આગામી 15મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે

નોંધણીની મુદત તા.15 જાન્યુઆરી-2020 સુધી લંબાવવામાં આવી છે. એમ જનરલ મેનેજર MSPદ્વારા જણાવાયુ હતું. જથ્થો વેચાણ આપવા ઇચ્છતા ખેડૂતોએ આધાર કાર્ડ, 8/અ અને 7/12નો ઊતારો કે ,જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલો તથા બેંક પાસબુક / કેન્સલ ચેક લઇને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)માં નોંધણી કરાવવા સંપર્ક કરવાનો રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોનો તુવેરનો જથ્થો તા. 31 માર્ચ-2020 સુધી ખરીદી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયુ હતું

ABOUT THE AUTHOR

...view details