ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી લેબોરેટરી દ્વારા વસૂલાતી ટેસ્ટ ફીમાં રૂપિયા 2000નો  ઘટાડો - latest news of nitin patel

ગુજરાત સરકારે લોકહિતને ધ્યાનમાં રાખીને ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતી ટેસ્ટીંગની ફીની કિંમતમાં ઘટાડો કરવાનો કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ જણાવ્યું છે કે, જો કોઈ ખાનગી લેબોરેટરી આ નિયમનો ભંગ કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Jun 25, 2020, 5:29 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યસરકારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ખાનગી લેબોટરીની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે ટેસ્ટમાં લેવાતી રૂપિયા 4500ની ફી ઘટાડીને રૂપિયા 2500 કરાઈ છે.

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ પગલે લીધો મહત્વનો નિર્ણય

  • ખાનગી લેબોરેટરીની ફીમાં રૂપિયા 2000થી 1000નો ઘટાડો
  • નિયમનો ભંગ કરતી લેબોરેટરીનું લાયસન્સ થશે રદ

આ નિર્ણયનો અમલ આજથી કરાશે અને જો કોઈ ખાનગી લેબોરેટરી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના ટેસ્ટીંગની કામગીરી હાલ રાજ્ય સરકારની માલિકીની હૉસ્પિટલો અને મેડીકલ કોલેજોમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. અંદાજે દરરોજના 4000થી 4500 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.

ખાનગી લેબોરેટરી દ્વારા વસૂલાતી ટેસ્ટ ફીમાં રૂપિયા 2000નો કરાયો ઘટાડો

તાજેતરમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે, દર્દીમાં કોરોનાના લક્ષણો જણાય તો એમ.ડી. ફીઝીશ્યન ડોક્ટરો જો ટેસ્ટીંગ માટે અભિપ્રાય આપે, તો ખાનગી હૉસ્પિટલોમાં દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. આ ખાનગી લેબોરેટરીઓ ટેસ્ટીંગની કિંમત રૂપિયા 4500 વસૂલતી હતી.

હાલ, ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગના ચાર્જ રૂપિયા 4500 લેવાતા હતા, જેમાં ઘટાડો કરીને રૂપિયા 2500 લેવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ માટે દર્દીઓ લેબોરેટરીના માણસોને ઘરે કે હોસ્પિટલમાં બોલાવે ત્યારે ખાનગી લેબે તેનો ચાર્જ રૂપિયા 3000 લેવાનો રહેશે.

રાજ્ય સરકારે કોરોના ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરીમાં જે ચાર્જ લેવાતો હતો. જેમાં રૂપિયા 2000થી 1000નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી ખાનગી લેબોરેટરીઓને ફરજિયાતપણે આ ભાવ પ્રમાણે ફી લેવાની રહેશે અને જો તે વધુ ફી લેશે તો તે લેબોરેટરીની માન્યતા રદ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details