ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં આસ્થાનો પ્રતિકેવુ આધા સુધી અંબાજી માતાનું મંદિર છે અને લોકો દુનિયાના ખૂણે ખૂણે થી માં અંબા ના દર્શન કરવા માટે આવે છે. મોહનથાળનો પ્રસાદ લઈને પોતાના સગા સંબંધીઓને આપીને માતાજીના દર્શનનો લાવો પણ આપે છે. પરંતુ, હવે અંબાજી ટ્રસ્ટ દ્વારા મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ અપાશે, કોંગ્રેસે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કાર્યાલય મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કરનારા 2 ફરાર આરોપી ઝડપાયા
ચાવડાનું નિવેદનઃકોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, હિન્દુ અને હિન્દુત્વના નામે મત લઈને બેઠેલી આ ભાજપ સરકાર આસ્થા સાથે ભાવનાઓ સાથે રમત રમી રહી છે. અંબાજી ખાતે આખા વિશ્વના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. પોતાના શીશ જુકાવતા હોય છે. સારી રીતે મોહનથાળ લઈને પોતાના ઘર પરિવારને વિશ્વના ખૂણે ખૂણે માતાના આશીર્વાદ પહોંચાડતા હોય છે. પરંતુ આ છેલ્લા અનેક વર્ષોથી ચાલી આવી રહી છે. અચાનક સરકારમાં બેઠેલા સરકારને શું સુજ્યું કે, મોહનથાળનો પ્રસાદ બદલીને ચીકીનો પ્રસાદ કરી દેવામાં આવ્યો છે.