ગુજરાત

gujarat

ETV Bharat / state

શનિ-રવિ અને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ RTO ચાલુ રહેશે: આર. સી. ફળદુ - gujarat trafic rules

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પણ આ નવા નિયમો રાજ્યમાં લાગુ કરી દીધા છે. હવે લોકોએ લાયસન્સ કઢાવવા માટે આરટીઓમાં લાંબી લાઈન લગાવી છે. આરટીઓમાં વધારાના ધસારાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓ શનિવાર-રવિવાર સહિત તમામ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

rto

By

Published : Sep 27, 2019, 5:17 AM IST

આ બાબતે રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુની સૂચના પ્રમાણે નાગરિકોના હિતમાં રાજ્યની તમામ આર.ટી.ઓ અને એ.આર.ટી.ઓ કચેરીઓ રાબેતા મુજબ 28 અને 29 સપ્ટેમ્બર (શનિવાર-રવિવાર) સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે. આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓનલાઇન એપોઇનમેન્ટ લીધી હોય તેવા લર્નિગ લાયસન્સ અને ડ્રાયવિંગ લાયસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

છેલ્લા કેટલાય સમયથી નવા ટ્રાફિક નિયમોના કારણે અનેક પ્રકારની અરજીઓનો ઝડપી નિકાલ માટે તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે. તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર કમિશ્નરે જણાવ્યું હતું કે, કોઇ વાહન હંકારવાનું ડ્રાઇવિંગ લાયસન્સ ગુમ થયેલ હોય, ફાટી ગયેલ હોય કે, અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં આરટીઓ-એઆરટીઓ કચેરી દ્વારા ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને આરટીઓ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લેવાની થતી નથી. પરંતુ તે માટે parivahanseva.gov.in ઉપર ઓનલાઇન અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ મેળવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details