ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં દેશના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈએ પોતાની સ્પીચ આપતા જણાવ્યું હતું કે, નેશનલ લો યુનિવર્સિટીમાં મને આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ યુનિવર્સિટીનો આભાર માનું છું, જ્યારે દેશને બનવવાની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. સરદાર પટેલે 500 જેટલા રજવાડાઓને એક કરીને નેશન બિલ્ડ કર્યું હતું. જો સરદાર હજુ 10 વર્ષ જીવતા હોત તો દેશ આજે કંઇક અલગ જ હોત તેવી પણ આશા ગોગોઇએ વ્યક્ત કરી હતી.
જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ CJI રંજન ગોગોઈ - અયોધ્યા
દેશમાં અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સોમવારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે લેક્ચર ઓફ સીરિઝના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં ગોગોઈ દેશના અમુક બાબતો પર ખુલાસો કર્યો હતો. જ્યારે દેશમાં કઈ રીતની પરિસ્થિતિ છે. સમગ્ર વિશ્વમાં દેશ કયા ક્રમાંક ઉપર વિવિધ વિભાગો છે. તે બાબતની પણ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.
![જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ CJI રંજન ગોગોઈ Ranjan gogoi say about sardar patel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6025402-367-6025402-1581338119851.jpg)
સીએમ વિજય રૂપાણીએ સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રામ જન્મભૂમિ સંબંધમાં અપાયેલા નિર્ણયને ન્યાયિક વ્યવસ્થાની પરિપકવતા, સંવેદનશીલતા અને સ્વતંત્રતાને ઊજાગર કરનારો ગણાવ્યો હતો. નિર્ણય આવવામાં સમય લાગે છતાં પણ ન્યાયપાલિકાનો નિર્ણય સત્ય-અસત્ય, સાચુ-ખોટું અને કાયદા પરીપ્રેક્ષ્યમાં પ્રત્યેક પહેલુઓના બારીકાઇથી નિરિક્ષણના આધારિત હોય છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના બાયોટેકનોલોજી મિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી વચ્ચે MOU એકસચેન્જ કરવામાં આવ્યું હતું. આ MOU અંતર્ગત લૉ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઓન બાયોટેકનોલોજી લૉ એન્ડ પબ્લીક પોલીસી રાઇટ અપનો અભ્યાસક્રમ શરૂ થવાનો છે.