નિતીનભાઇ પટેલે જમીનનું દાન કરનાર દાતાઓનું સન્માન કરતાં જણાવ્યું કે સ્વની વિચારધારાને ત્યાગી સમાજનો વિચાર કરવાવાળા રામનગરનાં ખેડૂતોમાંથી શીખ લેવા જેવી છે. રામનગર જેવા નાના ગામે ગ્રીન રામનગર બનાવવાની શરૂઆત કરી છે. જે સમગ્ર સમાજ માટે દિશા સૂચક છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી વણાયેલ વૃક્ષવંદના ભૂલાઇ જવાથી પર્યાવરણના આવરણને આપણે જાતે જ દુષિત કર્યુ છે.
ગાંધીનગરનું રામનગર સ્વખર્ચે વૃક્ષો વાવનારૂ પ્રથમ ગામ બન્યુ, સ્વચ્છ પર્યાવરણ માટે અનોખી મિશાલ - ghandhinagar news
ગાંધીનગરઃ કલોલ તાલુકાનાં રામનગરમા ‘’મિશન ગ્રીન રામનગર પ્રોજેકટ’’નો નાયબ મુખ્યપ્રધાનના હસ્તે શુભારંભ કરાયો હતો. નિતીન પટેલે મિશન ગ્રીન રામનગર પોજેકટનો શુભારંભ કરતા જણાવ્યું કે સરકારની મદદથી તો વિકાસના કાર્યો સૌ કોઇ કરે પણ પોતાના પૈસા, પોતાની જમીન અને પોતાના માટે વૃક્ષારોપણ કરી પર્યાવરણ ઉભુ કરનાર રામનગર પ્રથમ ગામ બન્યુ છે. જે અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડશે.
Plantation
ઉદ્યોગો, વાહનો, કોલ્ડ સ્ટોરેજ, એર કંડીશન જેવા વિકાસથી હવા પ્રદુષિત થઇ છે. રોડ રસ્તા અને ભવનો જેવા માળખાકીય વિકાસ માટે વૃક્ષો કાપવા પડયા છે, પણ તેની સામે બમણા વૃક્ષો વાવવાની પણ જોગવાઇ છે. જે આપણે જવાબદારી પૂર્વક નિભાવી શકયા નથી અને આજે કુદરતની વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહયા છીએ. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા થઇ રહી છે અને પર્યાવરણને પ્રદુષિત કરી માનવ જીવનને ખતરામાં મુકનાર વિકાસ વિનાશ તરફ લઇ જાય છે.