ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રપતિ કોવિંદે હિરા બા સાથે કરી મુલાકાત - વડાપ્રધાનના માતા હિરા બા

ગાંધીનગર :ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગર ખાતે રાયસણ ગામમાં આવેલા વૃંદાવન બંગલોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનના માતાની મુલાકાત લેવામાં આવી છે.

ram nath kovind

By

Published : Oct 13, 2019, 11:23 AM IST

Updated : Oct 13, 2019, 1:40 PM IST

રવિવાર સવારે 10 વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ PMના માતા હીરાબાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં 30 મિનિટ સુધી રામનાથ કોવિંદે હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. મુલાકાત દરમિયાન હીરાબાએ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. સાથે જ રામનાથ કોવિદે પણ માતા હીરાબાને શાલ ભેટમાં આપી હતી. ઉપરાંત હીરાબાએ રાષ્ટ્રપતિને ભેટ રૂપી એક ચરખો પણ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની મુલાકાત ફક્ત 15 મિનિટ સુધી જ હતી પણ રામનાથ કોવિંદ 30 મિનિટ સુધી માતા હીરાબા સાથે રહ્યા હતા. જેમાં હીરાબાએ રામનાથ કોવિંદને માથે તિલક પણ કર્યું હતું. જ્યારે ચરખા સાથે યથાર્થ ગીતા નામનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. જ્યારે રામનાથ કોવિંદે માતા હીરાબાના ચરણ સ્પર્શ કર્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતના પ્રવાસે, હીરા બા સાથે કરી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જ્યારે માતાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સોસાયટીના બાળકો સાથે પણ થોડીક ક્ષણો વિતાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોસાયટીના નાના બાળકો પાસે સમય વિતાવ્યો હતો. બાળકો દ્વારા તેમને ગુલાબનું ફુલ ભેટમાં આપવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રપતિ દ્વારા બાળકોને પરત કરવામાં આવ્યું હતું.

Last Updated : Oct 13, 2019, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details