ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇ સિગારેટ જેવા ગંભીર વિષયમાં સદનમાં માત્ર 60 ધારાસભ્ય હાજર: રાજેન્દ્ર ત્રિવેદી - gujarat

ગાંધીનગર: વિધાનસભાના બીજા દિવસે પ્રશ્નોતરી સેશન બાદ ગૃહમાં ઇ સિગારેટ બિલ પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ ગૃહમાં સભ્યની પુરતી સંખ્યા ના હોવાથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટીપ્પણી કરતા જણાવ્યુ હતું કે, ઇ સિગારેટ બિલ જેવા ગંભીર વિષયમાં સદનમાં ફક્ત 60 ધારાસભ્ય હાજર છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 4, 2019, 10:19 AM IST

ઇ બિલ પર સંબોધન કરતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગૃહના અન્ય સભ્યોને સૂચન આપતા જણાવ્યું હતું કે, ઇ બિલએ મહત્વનું બિલ છે. જેમાં આંકડાકીય વિગતો આપો તો સારું રહે, ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષે જ તમાકુ ના કારણે થતા રોગ અને સારવાર પાછળનો ખર્ચ જાહેર કર્યો હતો. જેમાં વર્ષ 2017માં ધુમ્રપાન પાછળ 80,550 કરોડનું નુકશાન થયું છે. જ્યારે કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં કુલ 16,870 કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચ કર્યા છે. જ્યારે આ તમાકુના સેવનના કારણે 6.30 કરોડ લોકો ગરીબી હેઠળ ધકેલાઇ ગયા હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે.

મહત્વનું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઝેશન ના આંકડા પ્રમાણે દેશના 12% લોકો એટલે કે 10 કરોડ લોકો તમાકુના કારણે મૃત્યુ થાય છે. જ્યારે ઇ સિગારેટ પણ નિવેદન આપતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ઇ સિગરેટ ચાઇનાનું ષડયંત્ર છે, દેશના યુવાનોને નબળું કરવા માટેનું મોટું ષડયંત્ર છે. જ્યારે વિધાનસભા એવો પણ કાયદો લાવામાં આવે કે, રાજ્યમાં પાન ના ગલ્લા ચલાવનાર લોકો કોઈ પણ પ્રકાર ની ચૂંટણી ના લડી શકે.

ABOUT THE AUTHOR

...view details