ગાંધીનગર:રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ ( Monsoon Gujarat 2022)પડી રહ્યો છે, ત્યારે ગઈકાલે આઠ જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવસારી, છોટાઉદેપુર જેવા અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરીને સર્વેની કામગીરી ઝડપી કરવાની સૂચના પણ જિલ્લા કલેકટરોને આપવામાં આવી છે. આજે રાજ્યના આપત્તિ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં છેલ્લા 24 કલાકની વિગતો સામે આવી હતી તે અંતર્ગત વધુ 14 નાગરિકના ભારે વરસાદના કારણે મૃત્યુ (Rains kill people in Gujarat)થયા છે. જ્યારે વધુ 575 લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે, જ્યારે આવનારા 24 કલાકમાં જૂનાગઢ, સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
575 લોકોના રેસ્ક્યુ -ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ (monsoon 2022 in gujarat )વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો અને અનેક લોકો ભારે વરસાદના કારણે વિસ્તારમાં ફસાયા હતા ત્યારે એનડીઆરએફ અને એસબીઆરએફ દ્વારા 575 લોકોની સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ જિલ્લા અને નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 31,035 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાંથી 9941 લોકો પાણી ઉતરતા ઘરે પરત ફર્યા છે જ્યારે હજુ પણ 21000 જેટલા સ્થળાંતરો કરેલા નાગરિકોને સુરક્ષિત (Gujarat Rain News)સ્થાન પર રાખવામાં આવ્યા છે.
વધુ 14 લોકોના મોત, કુલ મૃત્યુ 83 થયા -રાજેન્દ્ર ત્રિવેદીએ ભારે વરસાદના(Gujarat Rain Update)કારણે નાગરિકોના મોત બાબતના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 14 લોકોને મૃત્યું થયા છે જેમાં બે નાગરિકોના વીજળી પડવાથી નવ લોકોના પાણીના વહેણમાં ડૂબી જવાથી અને બે લોકોના ઝાડ પડવાથી મૃત્યુ થયા છે. આમ સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 83 જેટલા માનવ મૃત્યુ નોંધાયા છે જ્યારે 481 જેટલા પશુઓના મૃત્યુ પણ નોંધાયા છે.
ઝૂંપડાઓ અને ઘરોને નુકશાન -રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ગરીબોના ઝૂંપડા અને નાના ઘરો નુકસાન થયું છે. આ બાબતની વિગત આપતા ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 19 જેટલા ઝૂંપડાઓ સો ટકા સંપૂર્ણપણે નાશ થયા છે જ્યારે 101 જેટલા મકાનોને નુકસાન નોંધાયું છે જે રાજ્ય સરકાર દ્વારા આ તમામ નુકસાનીનો સર્વે કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક ધોરણે કેસટોલ અને સહાયની ચુકવણી પણ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ રાજેન્દ્ર ત્રિવેદી એ કરી હતી.