રાહત વિભાગના સચિવ મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે સિઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 3 તાલુકા, 51થી 100 મિમી વરસાદ હોય તેવા 39 તાલુકા, 126-250 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 103 તાલુકા, 251-500 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 72 તાલુકા જ્યારે 500થી 1000 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 24 તાલુકા, 1000 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 10 તાલુકા નોંધવામાં આવ્યા છે.
જ્યારે સમગ્ર રાજ્યમાં આવેલા ડેમોની વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદી માહોલને કારણે ગુજરાતના 50 ટકા ડેમ ભરાયા છે. સરેરાશ વરસાદની સામે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 8667.01 એમસીએફટીની સરેરાશ જરૂરિયાત સામે હાલનો જથ્થો 8162.71 એમસીએફટી, કચ્છના 20 ડેમમાં 1290.06 એમસીએફટીની સરેરાશ જરૂરિયાત સામે હાલ 1005.77 એમસીએફટી જથ્થો, નિયત માત્રા કરતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં અનુક્રમે 504.30 એમસીએફટી અને 284.29 એમસીએફટી જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના તમામ ડેમોમાં આવ્યા નવા નીર - મધ્ય ગુજરાતના 17 ડેમમાં હાલ 35596.46 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 42.94 જે સરેરાશ 33788.33 એમસીએફટી જરૂરિયાત કરતાં 1808.13 એમસીએફટી વધુ
- દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં હાલ 62239.51 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 20.43 જે સરેરાશ જરૂરિયાત 43777.53 એમસીએફટી કરતાં 18461.98 એમસીએફટી વધુ
- સૌરાષ્ટ્રના 139 ડેમમાં હાલ 10050.65 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 11.22 જે સરેરાશ જરૂરિયાત 6886.07 એમસીએફટી કરતાં 3164.58 એમસીએફટી વધુ.
- રાજ્યના કુલ 204 ડેમમાં હાલ 117055.1 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 21.03 જે સરેરાશ જરૂરિયાત 94409 એમસીએફટી કરતાં 22646.1 એમસીએફટી વધુConclusion:કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ ને કારણે કોઈ જ ગામ સંપર્ક વિહોનું નથી થયું. તમામ જગ્યાએ તંત્ર પહોંચ્યું છે. સ્થાનિક કલેકટરને પણ સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૫૧ જેટલા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ સિઝનમાં વરસાદ પડતા ૫૧ જેટલા તાલુકામાંથી ૨૫ જેટલા તાલુકાઓને અછત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. નિયમોને પ્રમાણે જે જિલ્લામાં 125m થી વધુ વરસાદ પડે તો તેવા જિલ્લાઓને અછત મુક્ત કરવામાં આવે છે .આમ રાજ્યમાં અનેક જિલ્લામાં સારો વરસાદ પડતા ગત વર્ષે જાહેર થયેલા અછતગ્રસ્ત જિલ્લાઓમાંથી ૨૫ જેટલા જિલ્લાઓના અછત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.