દિવાળીના તહેવારો પુરા થયા બાદ ખેડૂતો પાક લણવાની તૈયારી કરી રહ્યાં હતાં. ખેડૂતો મગફળીના પાકને માર્કેટ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા હતાં. તે દરમિયાન અને ભાઈબીજની મોડી રાત્રે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખાસ કરીને મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન પણ ખેડૂતોને નુકસાન થયું હતું. માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે.
દહેગામમાં કમોમસી વરસાદથી ખેડૂતો ચિંતામાં, પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન
ગાંધનીગર: આ વર્ષે રાજ્યમાં વરસાદે માજા મુ્કી છે. દિવાળીના તહેવારોમાં રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાના કારણે ભાઈબીજની મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગાંધીનગર જિલ્લામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દહેગામમમાં સૌથી વધારે 63 mm વરસાદ નોંઘાયો હતો. દહેગામમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે.
gdr
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સૌથી વધારે 63 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે મગફળીનું વાવેતર પણ સૌથી વધારે દહેગામ તાલુકામાં જ થાય છે. જેના કારણે દહેગામ તાલુકાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ગાંધીનગર તાલુકામાં 19 mm, માણસામાં 13 mm, જ્યારે કલોલમાં માત્ર 4 mm વરસાદ નોંધાયો હતો.