ગાંધીનગર: રાજ્યના ‘સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ તરફથી મળતી માહિતી પ્રમાણે, 18 ઓગસ્ટના સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 104 તાલુકાઓમાં 1 ઇંચથી 11 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં મેઘતાંડવ: છેલ્લા 24 કલાકમાં 1થી 11 ઇંચ વરસાદ - Dam overflow in gujrat stat
સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજ્યના 104 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને સુરતના માંડવી તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 60.88 ટકા વરસાદ નોંધાયો છે.
![રાજ્યમાં મેઘતાંડવ: છેલ્લા 24 કલાકમાં 1થી 11 ઇંચ વરસાદ રાજ્યમાં મેઘરાજાનો તાંડવ: છેલ્લા 24 કલાકમાં 1થી 11 ઇંચ વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:12:21:1597743741-gj-gnr-05-rain-guj-update-photo-story-7204846-18082020145009-1808f-01305-1010.jpg)
જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 115.8 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 75.66 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 64.79ટકા અને ઉત્તર ગુજરાતમાં 60.88 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અવિરત વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.92 મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં 54.6 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો, 94 જેટલા ડેમ હાઈએલર્ટ પર એટલે કે 90 ટકાથી વધુ ભરાયા છે. જ્યારે 10 ડેમ એલર્ટ પર એટલે કે 80 થી 90 ટકા ભરાયા છે અને 74 ડેમ વોર્નિંગ પર એટલે કે 70 થી 80 ટકા ભરાયા છે. તે ઉપરાંત 87 ડેમ 70 ટકાથી ઓછા ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં સ્ટેટ હાઇવે, નેશનલ હાઈવે અને પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 323 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે ગુજરાત એસ.ટી બસની ત્રણ ટ્રીપની કુલ 36 જેટલી ટ્રીપ પણ બંધ કરવાની ફરજ પડી છે.