ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4 જુલાઈના રોજ ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન( Digital India Week 2022)કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ ગુજરાત (Ashwini Vaishnava visit Gujarat)મુલાકાતે છે. આજે પત્રકાર પરિષદ સંબોધનને કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરી હતી જેમાં સમગ્ર દેશમાં કુલ 370 જેટલા રેલ્વે સ્ટેશનના માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, સોમનાથ, નવસારી, ભરૂચ જેવા રેલવે સ્ટેશનનો તૈયાર કરવામાં આવશે જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશનને 3800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
રેલવે ટ્રેક પર કવચ સુરક્ષા -સમગ્ર દેશમાં ભૂતકાળમાં અનેક વખત એવી ઘટના (Railway stations will be smart)બની છે કે એક જ ટ્રેક ઉપર બે રેલવે આમને સામને ભટકાય છે. પરંતુ હવે આ સંપૂર્ણ ભૂતકાળ જ થશે કારણકે કેન્દ્ર સરકાર દ્વારા કવચ નામની સુરક્ષા શરૂ( Project shield on track)કરવાની તૈયારી કરી છે જેમાં સમગ્ર દેશમાં 3,000 km ના ટ્રેક ઉપર કવચનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૈકી જે ટ્રેક ઉપર આમને સામને જો ટ્રેન આવશે તો ટ્રેન એમની જાતે જ રોકાઈ જશે જ્યારે આ બાબતનું કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડરિંગ બહાર પાડવામાં આવ્યું છે જેથી હવે એક જ ટ્રેક ઉપર (Vande Bharat Train)અકસ્માતની ઘટનાઓ ભૂતકાળ બનશે.
વંદે ભારત ટ્રેન શરૂ થશે -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી હતી. વર્ષ 2017માં વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવી ત્યારે હવે આવનારા દિવસોમાં 400 જેટલી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. ટૂંકા ગાળામાં વંદે ભારતની ટ્રેનને દેશના અલગ અલગ ખૂણેથી શરૂઆત કરવામાં આવશે, વંદે માથે ટ્રેનની વાત કરવામાં આવે તો કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ટ્રેનમાં ઝટકા ખૂબ જ ઓછા લાગે છે અને એર સ્પ્રિંગ હોવાના કારણે પ્રવાસીઓને ખૂબ સારું વાતાવરણ મળે છે. આ ઉપરાંત આમાં અનેક વિશેષતાઓ પણ છે સીટ રોટેટ પણ થઈ જાય છે જ્યારે ગત વર્ષે 75 ટ્રેન બનાવવાની તૈયારીઓ કરી હતી અને આવતા મહિને ઓગસ્ટથી બે નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે જ્યારે અત્યાર સુધીમાં વંદે ભારત ટ્રેન દ્વારા 14 થી 15 લાખ કિલોમીટર પ્રવાસ પૂર્ણ થયો છે.
રેલવે વિભાગ NFSU સાથે MOU કરશે -નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન સંદર્ભે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે વિભાગ નેશનલ સાયન્સ યુનિવર્સિટી સાથે નેશનલ ફરન્સી લેબ તેમ જ મોબાઈલ ફોરેન્સિક લેબની સ્થાપવા માટે MOU કરશે. આ સમજૂતી કરાર દ્વારા રેલવેમાં થતા ગુનાઓ ઉકેલવામાં વંશિક તપાસ અને અકસ્માતોના નિવારણમાં મદદ મળશે જ્યારે ડિસેમ્બર 2023 સુધીમાં ભારતમાં જ નિર્મિત હાઈડ્રોજન ટ્રેન દેશમાં દોડતી જોવા મળશે. જ્યારે રેલવે નેટવર્ક અને ઈલેક્ટ્રીક સીટી પૂરી પાડવી તેમજ કોઈપણ પ્રકારના સાયબર હુમલાઓને અત્યંત ટેકનોલોજીથી રોકવામાં આવશે.