ગાંધીનગર ગુજરાત યુથ કૉંગ્રેસમાંથી રાજીનામું( Gujarat Youth Congress)આપનારા વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં( Vishwanath Singh Vaghela joined BJP )જોડાયા છે. વિશ્વનાથ સિંહ વાઘેલાએઆજે કમલમ ખાતે ભાજપનો વિધીવત રીતે ખેસ ધારણ કર્યો છે. આ સાથે બીજા ગુજરાત યુથ કૉંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં કેસરીયા કર્યા છે.
એક નહીં કોંગ્રેસમાં અનેક જૂથવાદવિશ્વનાથ સિંહ વાઘેલાએ ( Vishwanath Singh Vaghela)ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિશ્વનાથ સિંહ વાઘેલા આક્ષેપો કર્યા કે રાજ્યમાંકોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વિજય થાય તો પણ 2 મહિના સુધી સરકારમાં ટકી(Allegation on Vishwanath Singh Vaghela Congress)શકશે નહીં. તેમજ તેમણે જણાવ્યું કે રઘુ શર્મા પોતાના દીકરાને ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. 6 મહિના પહેલા સરકારનું પૂતળું કોંગ્રેસના આગેવાનોના કેહવાથી બાળ્યું હતું. કોંગ્રેસમાં અનેક જૂથવાદ છે.
સભ્ય તરીકે ફી ઉઘરાવવાની કોંગ્રેસમાં સિસ્ટમકોંગ્રેસ જૂથવાદને લઈન ચૂંટણીમાં નુકશાન થશે. વિશ્વનાથ સિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાં એક જૂથવાદ નહીં અનેક જૂથવાદ છે. છેલ્લા 3 મહિનાથી રઘુ શર્મા પોતાના દીકરા સિદ્ધાર્થ શર્માને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બનાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં NSUIના સભ્ય બનાવવા માટે પૈસાનો ખેલ થતો હતો. 50 રૂપિયા પ્રતિ સભ્ય તરીકે ફી ઉઘરાવવાની કોંગ્રેસમાં સિસ્ટમ ચાલે છે.
વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાયાવિશ્વનાથ સિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ ગુજરાત યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાની કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેની તસવીરો બહાર આવી હતી. વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર આજે કમલમ ખાતે કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.