21 ઓક્ટોબરે આ બંને બેઠકો પર મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા હતાં. જેથી આ બંને બેઠકો ખાલી પડી હતી.
રાધનપુર-બાયડ પેટાચૂંટણી, 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, 24 ઓક્ટોબરે પરિણામ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકમાંથી શનિવારે ચૂંટણી પંચે 4 બેઠકોના મતદાન અને મતગણતરીની તારીખની જાહેરાત કરી હતી. જ્યારે રવિવારે એટલે કે આજે રાધનપુર અને બાયડની તારીખ જાહેર કરવામાં આવી છે.
vidhansbha
નોંધનીય છે કે, ચૂંટણી પંચ અગાઉ અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, ખેરાલુની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.