કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદે કહ્યું કે, કંપનીના અધિકારીઓ અને મુખ્ય સચિવ સાથે બેઠક મળી હતી. જેમાં જણાવ્યું હતું કે, કંપનીએ ખેડૂતો ઉપર કેસ કરતા પહેલા સરકારનું ધ્યાન દોરવા જેવું હતું. જ્યારે પેપ્સિકો કંપનીના ડેપ્યુટી ડાયરેક્ટર જાગૃત કોટેચાએ કહ્યું કે, ખેડૂતો ઉપર કરવામાં આવેલા કેસ બાબતે મુખ્ય સચિવ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમે જણાવ્યું છે કે, હાલમાં આ બાબત કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે જેમ-જેમ મુદ્દત પડશે તેમ-તેમ ખેડૂતો ઉપરના કેસ પરત લઈ લઈશું.
પેપ્સીકો કંપનીના અધિકારીઓ અને મુખ્ય સચિવ વચ્ચે બેઠક કહ્યું, મુદત પ્રમાણે કેસ પરત લઈશું - PepsiCo Company
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો ઉપર પેપ્સિકો કંપની દ્વારા કેસ કરવામાં આવેલા હોવાની મુદ્દે સમરાંગણ સર્જાઈ ગયું છે. કિસાન સંઘ દ્વારા ઠેર-ઠેર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને લડત ચલાવવા સુધીની ચીમકી આપવામાં આવી રહી છે, શુક્રવારે રાજ્યના મુખ્ય સચિવ અને પેપ્સિકો કંપનીના અધિકારીઓ વચ્ચે બપોરે બંધ બારણે બેઠક મળી હતી. જેમાં ફરિયાદોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

gnr
પેપ્સીકો કંપનીના અધિકારીઓ અને મુખ્ય સચિવ વચ્ચે મળી બેઠક
સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે મળેલી બેઠકમાં પેપ્સિકો કંપનીના અધિકારીઓને આ બાબતે કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે, તમારે કેસ કરતા પહેલા સરકાર સાથે વાટાઘાટો કરવા જેવા હતા. ખેડૂતો બાબતે સરકાર કંઈ પણ ચલાવી લેવા માંગતી નથી.