રાજ્ય સરકાર દ્વારા સૈફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યાર સુધી સરકાર દ્વારા કેવી અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી અને આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેના પર ગૃહમાં ચર્ચા થઇ હતી
ગુજરાત કેટલું સુરક્ષિત, જાણો વિધાનસભામાં આજે સુરક્ષાના મુદ્દે શું ચર્ચા થઈ - statue of unity
ગાંધીનગરઃ વિધાનસભા સત્રમાં ગુરુવારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારના સાસગુજ ( સૈફ એન્ડ સિક્યોર ગુજરાત )ને લઈને ચિંતા કરતા સવાલો કરવામાં આવ્યા હતા. જેને લઈ આવનારા થોડા સમયમાં જ કેમેરા લગાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે. અહીં સરકારને રાજ્યની સલામતી માટેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના સવાલોના જવાબ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
![ગુજરાત કેટલું સુરક્ષિત, જાણો વિધાનસભામાં આજે સુરક્ષાના મુદ્દે શું ચર્ચા થઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3876758-thumbnail-3x2-gg.jpg)
આ ચર્ચાના જવાબમાં સરકારના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને રાજ્યમાં આ પ્રોજેક્ટ સલામતીને ધ્યામાં રાખીને શરુ કર્યો છે. જેમાં ધાર્મિક સ્થળ, સ્માર્ટસિટીઓ અને મહાનગરપાલિકા જેવા વિસ્તારોમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય કરવામાં આવતું હોય છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ કરવા અને બનતા ગુન્હાઓ રોકવા અને બનેલ ગુન્હાઓનું વૈજ્ઞાનિક ઢબે ડિટેક્શન કરવા, તેમજ ટ્રાફિક નિયમન પર CCTVના માધ્યમથી દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 329.19 કરોડના ખર્ચે અગત્યનો સૈફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા મથકો ,6 ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ( કેવડિયા કોલોની )ને આવરી લેવામાં આવ્યા છે.