ગુજરાત સિવિલ સપ્લાયના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શુક્રવારથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શરૂઆતમાં આ સમયગાળા દરમિયાન 25 હજાર ખેડૂતોને પોતાની મગફળી વેચાણ કરવા માટે બોલાવ્યા હતાં.
રાજ્યમાં 145 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી - મગફળીની ખરીદી
ગાંધીનગર: રાજ્યમાં 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે રાજ્ય સરકારે 25 જેટલા ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવ્યા હતાં. જિલ્લા કલેક્ટર દ્વારા મગફળીની ખરીદી શરુ કરવામાં આવી હતી.
![રાજ્યમાં 145 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4931127-thumbnail-3x2-gdr.jpg)
રાજ્યના તમામ કેન્દ્રો પર જિલ્લા કલેકટર દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મગફળી ખરીદી દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. હવે કોઈ સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 3 લેયર સિસ્ટમને અમલ કરવામાં આવી છે. જ્યારે મગફળી ખરીદી સમયે કોઈ ગેરનીતિ ન થાય તે માટે પણ CCTV સર્વેલન્સ મુકવામાં આવ્યા છે. આ વર્ષે ખેડુતોને એસ.એમ.એસ. સાથે ફોન કરીને પણ ખરીદ વેચાણની જાણ તંત્ર દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ખેડૂતોએ પહેલા ફક્ત SMSથી જ જાણ કરવામાં આવતી હતી. પરંતુ, ખેડૂતોને એસ.એમ.એસ અંગે વધુ જ્ઞાન ન હોવાને કારણે અનેક ફરિયાદ પણ ઉપજતી હતી. જેથી હવે ફોન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જ્યારે 15 નવેમ્બર બાદ અડદ અને તુવેરની પણ ઓનલાઈન ખરીદી શરૂ કરવામાં આવશે.