ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ અને વડોદરાના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લંબાવાયો - provisions of the Restless Act

ગાંધીનગર: રાજ્ય સરકારે અમદાવાદના વિરમગામના 21 વિસ્તારો અને વડોદરા શહેરના અગાઉ અશાંત જાહેર કરાયેલા વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇઓ તા. 1 ઓક્ટોબરથી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ જોગવાઇઓને કારણે હવેથી આ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની મંજૂરી લેવાની રહેશે.

etv bharat ahmedabad

By

Published : Oct 1, 2019, 12:53 PM IST

મહેસૂલ વિભાગના તા 30 સપ્ટેમ્બર અને તા 17 ઓક્ટોબરના જાહેરનામાથી વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરાઈ હતી. આ જાહેરનામાં મુજબ ચોક્કસ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદિલી પૂર્વે કલેકટરની પૂર્વ મંજૂરીની જોગવાઇ છે. આ જાહેરનામાની અવધિ 30 સપ્ટેમબરના રોજ પૂર્ણ થાય છે.

  • 1 ઓક્ટોબરથી વધુ પાંચ વર્ષ માટે વડોદરા શહેરના આ વિસ્તારોમાં અશાંત ધારાની મુદ્દત

આ વિસ્તારોમાં વિરમગામ શહેરના માંડલિયા ફળી, મુંદવાડ નાગરવાડા, શ્રાવકની શેઠ ફળી, ચાંદ ફળી, ગોયા ફળી, જય અંબેનો ડેલો, મોચી બજાર, મોઢની શેઠની શેરી, પારેખ ટીંબા, કંસારા બજાર, વીસલપરાનો વાસ, હરજી પારેખનો ખાંચો, ભાવસારનો વાડો, નાનો ભાટવાડો, રામ મહેલ મંદિર વિસ્તાર, પસાઢબુનો ડેલો, હરિજન વાસ, ચમાર વાસ, સામાસુર્યા, જૂની પોલીસ લાઇન, રામવાડી સિદ્ધનાથ મંદિર પાસેનો વિસ્તાર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા મહાનગરના વારશીયા, કારેલીબાગ, બાપોદ અને રાવપુરા પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ અમૂક વિસ્તારોને આ જોગવાઇઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details