ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના લીંબડીયા પાસેના ગોડાઉનમાં સરકારી અનાજનો કાળા બજાર કરતા 4 લોકો સામે પગલાં ભરવા આદેશ - અમદાવાદ

ગરીબ રેશનકાર્ડ ધારકોને રાહતદરે મળવાપાત્ર અનાજ, આવશ્યક ચીજવસ્ત્યુઓનો જથ્થો સરકાર માન્ય વાજબી ભાવની દુકાન પર પહોંચતો નહિ કરીને અનધિકૃત રીતે ખુલ્લા બજારમાં વેચાણ કરતા હતા. આ નફાખોરી આચરવાની પ્રવૃતિ કરતાં 4 વ્યક્તિઓ સામે ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્ય દ્વારા કાળા બજાર નિવારણ અધિનિયમ અને આવશ્યક ચીજ વસ્તુના પુરવઠા જાળવણી અધિનિયમ હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો છે.

Ahmedabad
અમદાવાદ

By

Published : Jul 30, 2020, 9:38 AM IST

લિંબડીયા પાસેના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

બાતમી મળતાં ગાંધીનગર એલ.સી.બી. એ રેડ પાડી

કાળાબજાર કરનાર ચાર આરોપીઓ સામે કાર્યવાહી

ગાંધીનગર : જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું હતુ કે, 5 માર્ચ 20નાં રોજ લિંબડીયા ગામથી પસાર થતી નર્મદા કેનાલની સામે આવેલા વિમલ પેસ્ટીસાઈડ ફેક્ટરી નજીક રોડ ઉપર બ્લોક નંબર 96 ખાતે ગોડાઉન બનાવવામાં આવેલું છે. જ્યા અંદર સરકારી ગોડાઉનમાંથી અનાજ લાવીને અન્ય કોથળાઓમાં પેક કરી બારોબાર તેનું વેચાણ થતું હોવાની બાતમી ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રનાં એલ.સી.બી. 2ને મળી હતી. જેના આધારે ત્યાં રેડ પાડી હતી. સ્વામીનારાયણ ટ્રેંડીંગ કું. અનાજ કેટલ ફુડનાં વેપારી લખેલ ગોડાઉનની તપાસ દરમિયાન આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આરોપીઓ કેવી રીતે કરતા હતા સરકારી અનાજની ચોરી

જેમાં પકડાયેલ આરોપીઓ રાજેશ મનુ ટાંક તથા માંગીલાલ પ્રેમાજી તૈલી તથા રાજેન્દ્ર રામજી પરમારને પુછપરછ કરતાં કહ્યુ હતુ કે, શાહીબાગ સરકારી અનાજનાં ગોડાઉન ઉપર આશરે 1થી 11 વાગ્યાના સુમારે રાજુ ડ્રાઈવર ગાડી લઈ પહોંચી જતો અને સસ્તા અનાજની દુકાને માલ પહોંચાડવામાં આવતો હતો. અઠવાડિયામાં એક કે બે દિવસ શાહીબાગના સરકારી ગોડાઉનમાંથી અમદાવાદ શહેરમાં આવેલ સસ્તા અનાજની દુકાનો ઉપર માલ પહોંવાડવાનો પરવાનો રાજુ માંગીલાલ તૈલીને મળ્યો હતો.

જેથી રાજુ માંગીલાલ તૈલી તથા તેના પિતાજી માંગીલાલ ભેરાજી તૈલી અને માંગીલાલ પ્રેમાજી તૈલી તથા લીંબડીયા ગોડાઉનવાળા રાજેશભાઈ ટાંક એકબીજાના સંપર્કમાં રહેતા હતા. તેમજ અઠવાડિયામાં એક અથવા બે ગાડી શાહીબાગ સરકારી ગોડાઉનમાંથી ભરી તે સસ્તા અનાજની દુકાને મોકલ્યા સિવાય તેને વેચાણ કરી દેવામાં આવે છે. આ રીતે મહિનાની અંદર દશેક વખત માલ બારોબાર ઉતારવામાં આવે છે. આ બારોબાર માલ મોકલવામાં આવે તે માલની પાવતી રાજુ માંગીલાલ તૈલી પોતાની પાસે રાખતો અને તે સસ્તા અનાજના દુકાનદારની સહી કરાવી પાછી ગોડાઉનમાં જમા કરાવી દેતો હતો.

કાળાબજાર કરનાર ચાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા કલેકટરની લાલ આંખ

રાજેશ મનુ ટાંક, રહે, એ- 3/2 ભગવતી નગર નોબલ નગર એરપોર્ટ રોડ અમદાવાદ મુળ રહે. બ્યાવર અજમેરી ગેટની અંદર ગોપાલજી મહોલ્લા તા.જિ. બ્યાવર. રાજુ માંગીલાલ તૈલી, રહે. 18 પટેલ સોમનાથ પાર્ક સોસાયટી મેઘાણી નગર અમદાવાદ. રાજેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર, રહે. 111/13 પથરામીલની નવી ચાલી અસારવા બાબુપુરા સિવિલ રોડ અમદાવાદ. માંગીલાલ પ્રેમાજી તૈલી, રહે. 32-8 બેચરદાસ મુખીનું પરૂ અસારવા હાલ રહે. બી.5 અક્ષરધામ સોસાયટી નિકોલ રોડ સેન્ટ મેરી સ્કુલની સામે નરોડા અમદાવાદ મુળ ગામ. તન્તેલા તા.દેલવાડ જિ. રાજસ્મંદ રાજસ્થાન સામે ધી ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ આદેશ 1955ની કલમ-3 નો ભંગ કરી કલમ- 7 હેઠળ પગલાં ભરવા ગાંધીનગર કલેકટરે આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details