ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં ટ્રાફિકના કાયદાનો વિરોધ કરવા નીકળેલી મહિલા કોંગ્રેસના કાર્યક્રમનો ફિયાસ્કો - Women Congress President Lalitaben Thakor

ગાંધીનગરઃ દેશ અને રાજ્યમાં ટ્રાફિક નિયમો અને દંડમાં વધારવામાં આવેલી રકમના વિરોધમાં સમગ્ર રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેથી આજે ગાંધીનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવ યોજવામાં આવ્યા હતાં. પરંતુ, ટ્રાફિક દંડનો વિરોધ કરવા નીકળેલી કોંગ્રેસ મહાપાલિકામાં ચૂંટાયેલી મહિલા કોર્પોરેટરને પણ હાજર રાખી ન શકતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.

gandhinagar women congress

By

Published : Sep 27, 2019, 7:43 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ટ્રાફિક નિયમોને રાજ્ય સરકારે વધઘટ કરીને નવા સ્વરૂપે રજૂ કર્યો છે. હાલ રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી કાયદાનો અમલ નહીં કરવાનો આદેશ કરાયો છે. પરંતુ, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ નિયમોને કાળા કાયદાનું ઉપનામ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. શહેર, જિલ્લા અને તાલુકા લેવલે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, સતત મધદરિયે ડૂબી રહેલી કોંગ્રેસ વિરોધ કરવામાં પણ ડુબતી જોવા મળી હતી.

ગાંધીનગરમાં ટ્રાફિકના કાયદાનો વિરોધ કરવા નીકળેલી મહિલા કોંગ્રેસના કાર્યક્રમનો ફિયાસ્કો

ગાંધીનગર શહેરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ લલીતાબેન ઠાકોરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય ગીતાબેન પટેલ, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિત અન્ય પાંચ મહિલાઓ હાજર રહી હતી. મહાનગરપાલિકામાં કોંગ્રેસના 15 કોર્પોરેટર છે, જેમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. પરંતુ, તેમાંથી માત્ર એક લલીતાબેન હાજર રહ્યા હતાં, ત્યારે મહિલાઓને રોકવા માટે આવેલી પોલીસ પણ તેમની સંખ્યા કરતાં ચાર ગણી વધારે જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details