ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાના ઋતુ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે હવે પીવાના પાણીની કોઇ સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આયોજન તો કર્યું છે પરંતુ જો સર્જાય તો રાજ્ય સરકારે હવે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરીને સરકારમાં સીધી ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે.
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ‘1916’ 24 કલાક કાર્યરત છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે. કે ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીને સંબંધીત ફરિયાદો જેવી કે હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઈપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નાગરિકો આ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘1916’ ઉપર નોંધાવી શકે છે.