ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટનગરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન બંધ, હવે તો નીતિન પટેલ જ ચાલુ કરાવી શકે ! - IR ટીવી

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખુદ સારવાર એટલે સમારકામ ઝંખી રહ્યું છે. તબીબોની અછતના કારણે અનેક દર્દીઓને અમદાવાદ રીફર કરવા પડે છે. ત્યારે હવે ઓર્થોપેડિકના ઓપરેશન માટે મોટાભાગના દર્દીઓને અમદાવાદ વિભાગ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઓર્થોપેડિક ઓપરેશનમાં આવેલું IR ટીવી બંધ પડી જતા મોટા ઓપરેશન બંધ કરવાની ફરજ પડી છે. નવુ IR ટીવી લાવવા માટે આરોગ્યપ્રધાન પાસે ફાઈલ મોકલવામાં આવી છે. ત્યારે હવે તો પાટનગરની સિવિલ હોસ્પિટલમાં બંધ થયેલા ઓર્થોપેડિક ઓપરેશન નીતિન પટેલ જ ચાલુ કરાવી શકશે.

ગાંધીનગર

By

Published : Aug 19, 2019, 8:23 AM IST

Updated : Aug 19, 2019, 9:19 AM IST

ઇન્ડોર બિલ્ડિંગના ચોથા માળે ઓર્થોપેડિક વિભાગ ઓપરેશન થિયેટર આવેલું છે. જ્યાં હાડકાને લગતા તમામ ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન કરવા માટે IR ટીવીની જરૂર હોય છે. ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં 7 વર્ષ જુના IR ટીવીને રીપેરીંગ કરીને ચલાવવામાં આવતું હતું. આ ઈસ્ટુમેન્ટ અનેક વખત ખરાબ થઈ જાય છે. જેથી વારંવાર તેના મિકેનિકને બોલાવવા પડતા હતા. તાજેતરમાં જ IR ટીવી બંધ પડી જતા ટેક્નિશિયન બોલાવવામાં આવ્યા હતા. પરંતુ દર્દીની છેલ્લી ઘડીઓમાં જેમ તબીબ I am sorry બોલી દેતા હોય છે. તેવી રીતે ટેક્નિશિયને પણ હવે ચાલુ નહીં થાય તેમ સોરી કહી દીધું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓર્થોપેડિક વિભાગમાં આવેલું IR ટીવી સામાન્ય રીતે 5 વર્ષ સુધી ચાલતું હોય છે. પરંતુ ગાંધીનગર સિવિલમાં રહેલા ઇન્સ્ટ્રુમેન્ટને સાત વર્ષ જેટલો સમયગાળો થયો હતો. જેમાં અનેક વખત તેને રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હવે આ ઈસ્ટુમેન્ટ બંધ થઈ જતા મેજર ઓપરેશનનો બંધ થઈ ગયા છે. સામાન્ય ઓપરેશન જેમાં IR ટીવીની જરૂર ન હોય તેવા ઓપરેશન તબીબી ઈચ્છે તો કરી શકે છે. પરંતુ તબીબ પણ આ પ્રકારના રિસ્ક લેશે નહીં. પરિણામે ઓર્થોપેડિકના દર્દીઓને અમદાવાદ રિફર કરવાની ફરજ પડશે.

જ્યારે IR ટીવી બંધ થવાને લઈને રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ પાસે ફાઈલ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાનની મંજૂરી મળ્યા બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોટા ઓર્થોપેડિક ઓપરેશન સારું થઈ શકશે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન IR ટીવીમાં લાવવા માટે ત્યારે મંજૂરી આપે છે. ચોક્કસ કહી શકાય કે પાટનગરની સિવિલ હોસ્પિટલમાં હવે તો નીતિન પટેલ ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન શરૂ કરાવી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

Last Updated : Aug 19, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details