ગુજરાત

gujarat

ETV Bharat / state

બોલિવૂડની દેશી ગર્લ બની ગુજરાતની મહેમાન , ગરબા અને ગુજરાતી ભોજનો લીધો આનંદ - promotionsday6

ગાંધીનગર : ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ માતાજીની આરાધના કરીને ગરબે રમતા હોય છે. ત્યારે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક'ના પ્રમોશન માટે અડાલજ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં મહેમાન બની હતી. પ્રિયંકા ચોપરા ફિલ્મમાં અભિનેતાનો અભિનય કરી રહેલા કો સ્ટાર રોહિત સરફ સાથે હાજર રહી હતી.

etv bharat gandhinagar

By

Published : Sep 30, 2019, 1:28 PM IST

ગુજરાતમાં નવરાત્રી જામી રહી છે. પહેલા દિવસે વરસાદના વિરામ વચ્ચે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઢોલના ઢબૂકે રમ્યા હતા. ડીજેના તાલે પાર્ટી પ્લોટમાં સૌથી વધારે યુવાધન જોવા મળતું હોય છે.બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા લગ્ન પછી The sky is pink ફિલ્મ લઈને રુપેરી પડદે આવી રહી છે, ત્યારે નવલા નોરતાના પ્રથમ દિવસે અડાલજ પાસે આવેલા અદાણી શાંતીગ્રામ ફિલ્મમાં તેના કો-સ્ટાર સાથે ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી.

ગુજરાતી ભોજનનો લીધો આનંદ

પ્રિયંકા સ્ટેજ ઉપર આવીને કેમ છો ? મજામાં છો ને ? કહીને અભિવાદન ઝીલ્યું હતું. પાર્ટી પ્લોટમાં પંદર મિનિટ સુધી તે રોકાઇ હતી. અને આગામી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ગુજરાતની મહેમાન બની

ABOUT THE AUTHOR

...view details