ગુજરાતમાં ABVP દ્વારા NSUI પર હુમલા મુદ્દે પ્રિયંકા ગાંધીનું ટ્વીટ, ભાજપ સરકારને લીધી આડે હાથ - priyanka ghandhi about abvp
ન્યુઝ ડેસ્કઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુજરાતનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો ગુજરાતમાં ગઈકાલે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા NSUIના આગેવાન નિખિલ સવાણી પર કરાયેલા હુમલાની બાબતે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
ગુજરાતમાં ABVP દ્વારા કરાયેલા હુમલા મુદ્દે પ્રિયંકા ગાંધીનું ટ્વીટ, ભાજપ સરકારને લીધી આડે હાથ
પ્રિયંકા ગાંધીએ વીડિયો ટ્વીટ કરી લખ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લેઆમ સુરક્ષા પ્રદાન કરી રહી છે. પહેલા તેમના પ્રધાનો ગુંડાઓને જેલમાંથી છુટતા તેમનું સ્વાગત કરતાં હતા. હવે તો રસ્તા પર જ કાયદાની આંખ પર પટ્ટી બાંધી દેવાઈ છે. સ્પષ્ટ દેખાય છે કે, ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા NSUIના કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યાં છે.