નર્મદા ડેમે ઐતિહાસિક સપાટી વટાવી છે. જેને લઇને તે નીરના વધામણા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, 17મીએ નર્મદા નીરના કરશે વધામણા - Narendra Mod
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરના રોજ 69માં વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાનના જન્મદિવસને લઇને રંગા રંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, 17મીએ નર્મદા નીરના કરશે વધામણા
તેને લઇને અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 કલાકે આગમન થશે. જેમાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે, ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લઇ અને ત્યાર બાદ સવારે 8 કલાકે કેવડિયા ખાતે પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે.
Last Updated : Sep 15, 2019, 7:23 PM IST