ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના પાટનગરમાં મોબાઇલના બટન પર 15 મિનિટે આવશ્યક સુવિધા, જાણો વિગતે

ગાંધીનગરઃ સિનિયર સિટીઝન અને સેવા-સુવિધાથી વંચિત કોઇ વ્યક્તિ મોબાઇલનું એક બટન દબાવીને 15 મિનિટમાં આવશ્યક મદદ મેળવી શકે તેવો પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર એસ.કે લાંગાએ જણાવ્યું હતું કે, એસઓએસ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના કોઈ પણ સ્થળેથી માત્ર મોબાઇલનું એક બટન દબાવવાથી 15 મિનિટમાં મદદ મળી રહેશે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વ્યક્તિ અને સમૂહને સુરક્ષા આપી શકાશે.

ફાઈલ ફોટો

By

Published : Sep 25, 2019, 9:17 AM IST

એસએસ સુરક્ષા સુવિધા જિલ્લાના 304 ગામડામાં શરૂ કરાશે. પ્રત્યેક ગામમાં ચાર એમ કુલ મળી 250 સોફ્ટવેર રહેશે. જ્યારે ગાંધીનગર શહેર માટે 10 સોફ્ટવેર અને 10 સિક્યુરિટી બેગ રહેશે. ચાર તાલુકા અને શહેર માટે કુલ પાંચ ટેલી હેલ્થ કીટ પણ રહેશે. તેમાં એન્ટિબાયોટિક સાથેની 20 જાતની દવાઓ રાખવામાં આવશે. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને ગામડા અને શહેરથી એસઓએસ સાથે જોડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સોમાભાઇ ડોસાભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી તમામ સેવા સાથે મોબાઇલનું ઇન્સ્ટુમેન્ટ પણ આપવામાં આવશે.

જિલ્લાના વૃદ્ધ અને અશક્ત, બિમાર વ્યક્તિ, મહિલાઓ, અસલામત સ્થળે કામ કરતી મહિલાઓ અને શાળા કે આંગણવાડીના બાળકોને આકસ્મિક મદદ મળી રહેશે. જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી કોઈપણ વ્યક્તિને તુરંત મદદ મળી રહેશે. સાદા મોબાઈલ ફોન કે જેમાં ઈન્ટરનેટની સુવિધા નહીં હોય તો પણ બટનની સુવિધા મળી રહેશે. સરકારી ખર્ચ વિના સેવાકીય સંસ્થાઓ અને સીએસઆર ફંડમાંથી આ સુવિધા આપવામાં આવશે. આ સુવિધામાં મેડિકલ ઇમરજન્સી અને ક્રિટિકલ દવાઓ પણ દર્દીને ઘેર બેઠા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details