ગાંધીનગર:ભારતમાં ડિજિટલાઈઝ્ડ વિધાનસભા તરીકે હવે ગુજરાત વિધાનસભા પણ ડિજીટલ થઈ છે ત્યારે ભારતની 8મી ડિજીટલ વિધાનસભા એટલે કે ગુજરાત ઈ-વિધાનસભાનો આરંભ કરાવવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મૂર્મુએ ગુજરાત વિધાનસભામાં હાજર રહી અને ઈ-વિધાનસભાની શરૂઆત કરાવી હતી. ઉદઘાટન દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ સંસદીય પ્રધાન ઋષિકેશ પટેલ વિધાનસભા ડેસ્ક પર હાજર રહ્યા હતા.
પદી મુર્મુએ ગુજરાત વિધાનસભાને ઈ વિધાનસભા તરીકે લોકાર્પણ કર્યું
ગુજરાતમાં આવવું સૌભાગ્યની વાત: દેશના રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાનું ઈ વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ 15 મિનિટ જેટલી સ્પીચ વિધાનસભા ગ્રુપમાં આપી હતી. ત્યરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની ધરતી પર આવી તેનું મને ખૂબ જ ગર્વ છે અને ગુજરાતની ધરતી પર આવવું અને એમાં પણ આ વિધાનસભા ગૃહમાં આવવું એ ખૂબ સૌભાગ્યની વાત છે.
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન
પેપરલેસ વિધાનસભા: ગુજરાત વિધાનસભા ગૃહ જ્યારે ડિજીટલ બન્યું છે ત્યારે વિધાનસભામાં થતા 25 ટન પેપરની બચત થશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ગૃહમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના અમિત ચાવડાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, શૈલેષ પરમારે સંસદીય પ્રધાન શૈલેષ પરમાર અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહના ઉપાધ્યક્ષનું સન્માન કરવાની ના પાડી હતી.
ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થયા બદલ પાઠવ્યા અભિનંદન
2 વર્ષ પુરા થતા અભિનંદન પાઠવ્યા:13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની થઈ હતી. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રપતિએ પણ પોતાની સ્પીચ દરમિયાન વિધાનસભા ગ્રુપમાં પટેલની બે વર્ષ પૂરા થતા અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાનની ઉજવણી આખો દેશ મનાવી રહ્યો છે તેની પાછળ ગુજરાત જ જવાબદાર છે. કારણ કે ગુજરાત રાજ્યના એક સારા એવા વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ આપ્યા હતા. તેમના થકી જ દેશમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. આમ તેઓએ ડોક્ટર વિક્રમ સારાભાઈ ને પણ યાદ કર્યા હતા આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પોતાની સ્પીચની શરૂઆતમાં ઉમાશંકર જોશીની કવિતા પણ ગુજરાતી ભાષાથી પોતાનું વક્તવ્ય ની શરૂઆત કરી હતી.
ગુજરાત તમામ ક્ષેત્રે સમૃદ્ધ: રાષ્ટ્રપતિએ લોકોને મળતી સુવિધા બાબતે પણ નિવેદન આપ્યું હતું કે ગુજરાત તમામ ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધ છે અને ગુજરાતમાં તમામ લોકોને ખૂબ સારી સુવિધા મળી રહી છે. જ્યારે આજે વિધાનસભાના ડિજિટલ વિધાનસભાના લોકાર્પણ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને શક્તિસિંહ ગોહિલ ઉપરાંત રાજ્યસભા અને લોકસભાના સાંસદ પણ હાજર રહ્યા હતા જ્યારે સી આર પાટીલ ની બાજુમાં નીતિન પટેલ અને શક્તિસિંહ ગોહિલ ની બાજુમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભુપેન્દ્ર પટેલની સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને સ્થાન આપવામાં આવ્યું હતું.
- Gujarat e-Assembly : CM ભૂપેન્દ્ર પટેલ ઈ-વિધાનસભાની તાલીમ લીધી, ચોમાસુ સત્રની તમામ કામગીરી ઓનલાઈન થશે
- Gandhinagar News : મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું, જમીન માપણીને લઈને ચાવડાના આકરા આક્ષેપ