મળતી માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિ કોવિંદ 12 ઓક્ટોબરના સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે, ત્યાથી રાત્રે ભવનમાં રોકાણ કર્યા બાદ 13 ઓક્ટોબરના રોજ કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે. રાજભવન ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલા અને કૃષિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિમાં થયેલી ક્રાંતિ અને કૃષિમાં થતી મુશ્કેલીઓ અંગેની ચર્ચાઓ કરશે. આ સાથે જ ભવિષ્યના આયોજન પણ કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે - ગાંઘીનગર ન્યૂઝ
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12 અને 13 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ બે દિવસમાં તેઓ ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે, ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રામનાથ કોવિંંદ
ઉલ્લેખનીય છે કે, આરાધના કેન્દ્રના વડા સાથે રાષ્ટ્રપતિ ગોવિંદે અગાઉ પણ બે વખત મુલાકાત કરી હતી. હવે રાષ્ટ્રપતિ કોવિંદ જૈન આરાધ્ય કેન્દ્રમાં પ્રથમ વખત અને આરાધના સાથે ત્રીજી વખત મુલાકાત કરશે. આમ,રાષ્ટ્રપતિ કોવિંદ કોબા ખાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ PM મોદીના માતા હીરાબાની મુલાકાત કરે અને રાયસણ જાય તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.
Last Updated : Oct 9, 2019, 2:55 PM IST