ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ ખુશી વ્યક્ત કરતા ગુજરાત અને ભારતની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ કહ્યું કે, ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે. તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વી ઊંચાઇ મળે કતેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Vibrant Summit 2024: ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે CMની ગાંધીનગરમા બેઠક
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ભાગ લેવા માટે દેશ-દુનિયાના ટોચના ઉદ્યોગપતિ, રાજકીય-સામાજીક આગેવાનો, અર્થશાસ્ત્રીઓ સહિતના મહાનુભાવો ગુજરાતના મહેમાન બની રહ્યાં છે, ત્યારે ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા પણ ગુજરાતના મહેમાન બન્યા છે. આજે 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ રામોઝોર્તાએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.
Published : Jan 9, 2024, 1:14 PM IST
મહત્વપૂર્ણ છે કે, ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે,તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત - તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.