ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની કામગીરી સંપૂર્ણ ઓનલાઈન કરવાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ચોમાસા સત્રથી 13 ઓગસ્ટના રોજ ગુજરાત ઇ-વિધાનસભા સત્રની શરૂઆત થશે. જેમાં ગુજરાત વિધાનસભામાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત વિધાનસભા ગૃહ એવું છે જેમાં સતત બીજી વખત રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવશે. ભૂતકાળમાં રામનાથ કોવિંદે ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું.
President Murmu On Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, 13 સપ્ટેમ્બરે ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ બે દિવસની મુલાકાતમાં તે લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધિત પણ કરશે.
Published : Sep 10, 2023, 8:51 AM IST
|Updated : Sep 10, 2023, 1:42 PM IST
વિધાનસભા અધ્યક્ષે આપ્યું આમંત્રણ:ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 8 સપ્ટેમ્બરના રોજ આમંત્રણ પાઠવ્યું હતું. જેમાં નેશનલ વિધાન એપ્લિકેશન કે જેનો ગુજરાતમાં અમલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ વિચાર છે કે 'વન નેશન, વન એપ્લિકેશન' અંતર્ગત રાષ્ટ્રપતિ ખુદ ગુજરાત વિધાનસભાને 12 અથવા તો 13 સપ્ટેમ્બરના રોજ તેમના અનુકૂળ સમયે વિધાનસભા ગૃહને સંબોધન કરે. 13 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ સ્વીકાર કરવામાં આવ્યો છે અને 12 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. 13 સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરશે અને ગુજરાત વિધાનસભાને સંબોધન પણ કરશે.
'વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વન નેશન વન એપ્લીકેશનના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને ડિજિટલ બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને આમંત્રણ આપ્યુ છે.' -ડી.એમ. પટેલ, સચિવ, ગુજરાત વિધાનસભા