ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. 13 સપ્ટેમ્બર, 2023ના રોજ તેઓ 'નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન' (NeVA) પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધશે. સરકારે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર રાષ્ટ્રપતિ મુર્મુ 12 સપ્ટેમ્બરે સાંજે ગાંધીનગરમાં ઉતરશે.
NeVA પ્રોજેક્ટ: સરકારે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર તેઓ રાજભવન ગાંધીનગરથી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની 'આયુષ્માન ભવ' પહેલને વર્ચ્યુઅલ રીતે લોન્ચ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક રાષ્ટ્ર, એક એપ્લિકેશન'ના સ્વપ્નદ્રષ્ટા ખ્યાલથી પ્રેરિત NeVA પ્રોજેક્ટ એ વિધાનસભાની કાર્યવાહીને સંપૂર્ણ રીતે પેપરલેસ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ઈ-વિધાનસભાનું લોકાર્પણ:ગુજરાત વિધાનસભાનું મોનસૂન સત્ર આગામી 12 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. 15 સપ્ટેમ્બર સુધીના 3 દિવસના આ સત્રમાં સરકાર મહત્વના અલગ-અલગ 9 બિલ રજૂ કરવામાં આવશે. આ વખતથી વિધાનસભાનું કામકાજ પેપરલેસ થઈ જશે. ઈ-વિધાનસભાના લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
- Gujarat e Vidhana Sabha : ઇ-વિધાનસભામાં કઈ પ્રકારની કામગીરી જોવા મળશે તેને લઈને અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી
- President Murmu On Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, 13 સપ્ટેમ્બરે ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ
પેપરલેસ વિધાનસભા બનાવવાનો પ્રોજેક્ટ:રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) એ ભારત સરકારના 'ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ' હેઠળના 44 મિશન મોડ પ્રોજેક્ટ્સ (MMPs)માંથી એક છે જેનો હેતુ તમામ રાજ્ય વિધાનસભાઓની કામગીરીને 'ડિજિટલ હાઉસ'માં પરિવર્તિત કરીને પેપરલેસ બનાવવાનો છે. અત્યાર સુધીમાં 21 રાજ્ય વિધાનસભાઓએ NeVA ના અમલીકરણ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને 17 વિધાનસભાઓ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટના અમલીકરણ માટે તેમને ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. તેમાંથી 9 વિધાનસભાઓ પહેલેથી જ સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે અને NeVA પ્લેટફોર્મ પર લાઈવ છે. તેઓ તેમના તમામ વ્યવસાયનું સંચાલન ડિજિટલ અને પેપરલેસ રીતે કરી રહ્યા છે.
(ANI)