ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે, તેને ધ્યાને લેતાં ઑલ ગુજરાત વાલી મંડળ, વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, ગુજરાત દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપી માસ પ્રમોશન આપી અને ઉપરના વર્ગમાં લઈ જવા. રાજ્ય સરકારે વાલી મંડળના એસોસિએશનને હૈયાધારણ આપી છે કે, સરકાર યોગ્ય દિશામાં વિચારીને પગલાં લેશે.
ગુજરાતઃ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલીમંડળની રાજ્ય સરકારને રજૂઆત - ગુજરાત સરકાર
ઑલ ગુજરાત વાલી મંડળ, વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, ગુજરાત દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપી-માસ પ્રમોશન આપી અને ઉપરના વર્ગમાં લઈ જવા. રાજ્ય સરકારે વાલીમંડળના એસોસિએશનને હૈયાધારણ આપી છે કે સરકાર યોગ્ય દિશામાં વિચારીને પગલાં લેશે..
ગુજરાત સરકારે કોરોના કેરની વચ્ચે 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે અને સરકારે નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળામાં પરીક્ષા લઈને પરિણામ તૈયાર કરવું અશક્ય છે. આ સંજોગોને કારણે વાલીમંડળે એવી માગ કરી છે કે, ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં લઈ જવા 31 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. પહેલી એપ્રિલથી 10 એપ્રિલ સુધીમાં ધોરણ 1થી 9ની પરીક્ષાઓ લઈને પરિણામ જાહેર કરવું તે અશક્ય છે. માત્ર 10 જ દિવસમાં પરીક્ષા લેવાની અને પેપર તપાસીને પરિણામ જાહેર કરવાનું તે અશક્ય છે.
ઑલ ઈન્ડિયા વાલીમંડળ, વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળીને ધોરણ 1થી 9 અને ધોરણ 11ની પરીક્ષાઓ મોકૂફ રાખીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કરી આપવા અંગેની લેખિત રજૂઆત કરી છે. જેનો પ્રતિભાવ આપતાં શિક્ષણપ્રધાને તમામ એસોસિએશનના સભ્યોને હૈયાધારણા આપી હતી કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે.