- ગાંધીનગરમાં વાયબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો ભય ફેલાયો
- 40 હજાર લોકોએ હજુ સુધી બીજો ડોઝ ના લેતા ચિંતા વધી
- સિવિલ તંત્ર દ્વારા 30 બેડનો ઓમિક્રોન વૉર્ડની વ્યવસ્થા કરાઇ
ગાંધીનગર:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Gandhinagar) કોરોનાની ત્રીજી લહેર (Third Wave) દરમિયાન નવી બિલ્ડિંગમાં કોરોનાના 600 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમ છતાં પણ કોરોના પેશન્ટની સંખ્યા વધતા 108ની બહાર લાઈનો લાગી હતી. ગત ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસો વધવાનો ભય ફરીથી લોકો અને તંત્રમાં વધી રહ્યો છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે 30 બેડનો ઓક્સિજન, વેન્ટિલેટરના બેડ અત્યારથી તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ તંત્ર (Civil system) દ્વારા ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron variant) આગમન પહેલા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત જરૂર પડશે તો હજુ નવા બેડ વધારવામાં આવશે.
ઓમિક્રોન વોર્ડ સાથે 150 ઓક્સિજન બેડની તૈયારી કરાઇ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારીના ભાગરૂપે અલગથી ઓમિક્રોનનો 30 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે અન્ય 150 જેટલા વેન્ટિલેટરના બેડ તૈયાર કરાયા છે. આ અંગે વધુમાં જણાવતા જીએમસી મેડિકલ (GMC Medical) ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, ગમે ત્યારે ઈમર્જનસીમાં જેટલા પણ બેડની વ્યવસ્થા હશે તે કોર્પોરેશન વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવશે.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોલવડા, સિવિલમાં ઓક્સિજનની ટેન્ક ઉપલબ્ધ
જીએમસી મેડિકલ (GMC Medical) ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, અત્યારે ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation) વિસ્તારમાં 3 ઓક્સિજનની ટેન્ક છે. જેમાં 900 લિટર અને એક 500 લિટર ઉપલ્બધ છે. જેમાં એક ઓનલાઇન 1000 લિટરની ટેન્ક છે, જ્યારે 900 અને 500 લિટરમાં બે psa પ્લાન્ટ છે. કોલવડામાં 500 લીટરની ઓક્સિજનની ટેન્ક અત્યારે તૈયાર છે. કોરોનાની બીજી લહેરમાં અમિત શાહના હસ્તે બે ઓક્સિજન ટેન્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં એક ગાંધીનગર સિવિલ અને કોલવડામાં બે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા હતાં. ગાંધીનગર મહાત્મા મંદિર (Mahatma Temple Gandhinagar) ખાતે વાયબ્રન્ટના પગલે અત્યાર પૂરતી 900 બેડની હોસ્પિટલ બંધ કરવામાં આવી છે.