ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં 900 પોલીસ સહીત અનેક મહિલા બજાવશે ફરજ

ગાંધીનગરઃ ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે પાંચ મતદાન મથક ઉપર દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે.

ગાંધીનગર ચૂંટણીમાં બુથ પર CRPF, SRF, 900 પોલીસ અનેક મહિલા બજાવશે ફરજ

By

Published : Apr 20, 2019, 5:52 PM IST

Updated : Apr 20, 2019, 8:10 PM IST

જેમાં દહેગામ, આલમપુર, ગાંધીનગર, મંડાલી અને કલોલનો સમાવેશ થાય છે. આ વખતે ચૂંટણીમાં 35 મતદાન મથક બનાવવામાં આવ્યા છે. મહત્તવનું છે કે, જ્યારે સંપૂર્ણ રીતે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા આ મતદાન મથકોનું સંચાલન કરવામાં આવશે.

ગાંધીનગર ચૂંટણીમાં બુથ પર CRPF, SRF, 900 પોલીસ અનેક મહિલા બજાવશે ફરજ


દિવ્યાંગ મતદારો માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 263 વિલચેર, 590 સહાયકોની નિમણૂક કરાઇ છે. ગાંધીનગરમાં અત્યાર સુધી દસ આચારસંહિતાની ફરિયાદો મળી હતી. જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 268 માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે, જ્યારે 206 બૂથ પર વેબકાસ્ટિંગ થશે.

માણસા અને ગાંધીનગર ઉત્તર બેઠકમાં કાપલીમાં પ્રિન્ટિંગમાં ભૂલ જોવા મળી હતી. તેનું નિવારણ લાવી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી નવી કાપલીઓ પ્રિન્ટ કરીને મતદારો સુધી પહોંચાડી દેવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 884 હથિયાર પરવાનેદાર છે. જેમાંથી 800 લોકોના પરત લેવાયા છે. જ્યારે એક વેપનને એક ગુનામાં ઝડપી લેવામાં આવ્યું છે.

મતદાર સ્લિપમાં ભૂલને લઈને મામલતદાર અને ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ બાબતે જવાબ આવ્યા પછી તેનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમની સામે પગલાં ભરવામાં આવશે. કલેકટર એસ.કે લાંગાએ કહ્યું હતું કે, આ ભૂલમાં અધિકારીને સસ્પેન્શન કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ કહ્યું હતું કે, 6 હજાર કરતાં વધુ લોકોને પાસા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. 98 લાખનો દારૂ તો 83 લાખના વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે CRPFની ચાર કંપની, SRPની બે કંપની, 5 ડીવાયએસપી, 13 પીઆઇ, 62 પીએસઆઇ, 900 પોલીસ, 1231 હોમગાર્ડ અને 350 જીઆરડી કર્મચારીઓ ફરજ બજાવશે.

Last Updated : Apr 20, 2019, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details