ગુજરાત

gujarat

ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડું 3 જૂને 3 વાગ્યાની આસપાસ ટકરાશે, જૂઓ કેવી છે NDRF ટીમની તૈયારી

ગુજરાતમાં દરિયાઈ તટ પર નિસર્ગ વાવાઝોડું ટકરાવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર અને NDRF દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે NDRFના કમાન્ડિંગ ઓફિસર રણવિજય સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

cycone, Etv Bharat
cyclone

By

Published : Jun 2, 2020, 1:18 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં દરિયાઈ તટ પર નિસર્ગ વાવાઝોડું ટકરાવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર અને NDRF દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે NDRFના કમાન્ડિંગ ઓફિસર રણવિજય સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિસર્ગ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારે દક્ષિણ ભાગમાં 3 જુનના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ટકરાશે.

NDRF ના કમાન્ડિંગ ઓફિસર રણ વિજયસિંહએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી
NDRFના કમાન્ડિંગ ઓફિસર રણવિજય સિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જો નિસર્ગ વાવાઝોડાને કારણે સ્થળાંતરની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે. જ્યારે રાજ્યમાં અત્યારે કોરોના વાઇરસનો ખતરો છે ત્યારે જો કોઈ હોસ્પિટલમાંથી કોરોના ગ્રસ્ત દર્દીઓ અથવા તો ક્વોરનટાઈન થયેલા દર્દીઓને ખસેડવાની જરૂર જણાશે તો પણ NDRFની ટિમ પીપીઇ કીટ સાથે તેમની મદદ માટે તહેનાત છે. અત્યાર સુધીમાં કુલ 14 જેટલી ટિમને મુકવામાં આવી છે, જ્યારે 3 ટિમ સ્ટેન્ડ બાઇ મુકવામાં આવી છે, જરૂર પડશે તો દિલ્હીથી વધુ 5 ટીમને એરલીફ્ટ કરવામાં આવશે. રણવિજય સિંહના જણાવ્યા પ્રમાણે નિસર્ગ વાવાઝોડું 3 જૂન બુધવારના બપોરે 3 કલાકની આસપાસ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે ટકરાશે. 110 કિલોમીટરની સ્પીડ સાથે પવન ફૂંકાશે. આ ઉપરાંત નિસર્ગ વાવઝોડાની દમણ ખાતે વધુ અસર થશે.

ABOUT THE AUTHOR

...view details