ગાંધીનગર : આરોગ્ય વિભાગ આરોગ્ય સંસ્થાઓ અને મમતા દિવસ ચાલુ રાખવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ માસમાં ( મે - 2020) 32,827 મમતા સેશન દ્વારા, 2,78,090 સગર્ભા માતાઓને રસીકરણ ઉપરાંત જરૂરી આરોગ્ય સેવાઓ તેમજ 2,91,763 લાભાર્થીઓને રસીકરણની સેવાઓ આપવામાં આવ્યા છે. આમ કુલ 5,79,753 સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસીકરણનો લાભ આપવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 10 ગંભીર રોગો જેવાકે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ પૂરુ પાડનાર રસી સગર્ભા માતા અને બાળકોને આપવામાં આવે છે. હાલની કોરોના વાઇરસ સંક્રમણની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને રસીકરણથી ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, ઓરી વગેરેનું પ્રમાણ ચોક્કસ ઘટાડી શકાય છે. રાજ્યના તમામ વાલીઓને નજીકની સરકારી આરોગ્ય સંસ્થાઓ તેમજ મમતા દિવસ (આઉટ રીચ સેશન) પર રસીકરણની સેવાઓના લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજયમાં 5,79,753 સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસીકરણ કરી સુરક્ષિત કરાયા - Vaccination to childern
કોવિડ 19ની પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારી સામે માતા તેમજ બાળકને રક્ષણ પૂરું પાડવાનો છે આ પરિસ્થિતિમાં રાજ્યમાં કુલ 5,79, 753 સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને રસી આપવામાં આવ્યા છે.
રાજયમાં 5,79,753 સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસીકરણ કરી સુરક્ષિત કરાયા
લોકડાઉનના સમયગાળા દરમિયાન રસીકરણની સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી . જે સેવાઓને મે માસના પ્રથમ અઠવાડિયાથી પૂર્વવત કરવામાં આવી હતી . અગાઉના સમયગાળા દરમિયાન વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભાઓને આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ હાથ ધરી ૨સીક૨ણ અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી છે.