ગુજરાત

gujarat

ETV Bharat / state

Assembly Election 2022 : પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે : પ્રશાંત કોરાટ

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી (Assembly Election 2022) આગામી સમયમાં યોજાવા જઈ રહી છે. ત્યારે નક્કી કરાયેલ બેઠકો ઉપર પ્રચારની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપી દેવાઈ છે. જેમાં પંજાબમાં ચૂંટણી લઈને જવાબદારી ભાજપ તરફથી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટને (Prashant Korat in Punjab) સોંપવામાં આવી છે.

Assembly Election 2022 : પંજાબમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે : પ્રશાંત કોરાટ
Assembly Election 2022 : પંજાબમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે : પ્રશાંત કોરાટ

By

Published : Feb 8, 2022, 2:19 PM IST

Updated : Feb 8, 2022, 2:48 PM IST

ગાંધીનગર :પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા એમ પાંચ રાજ્યોમાં (Assembly Election 2022) આગામી સમયમાં ચૂંટણી છે. આ તમામ રાજ્યોમાં નક્કી કરાયેલ બેઠકો ઉપર પ્રચારની જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના નેતાઓને સોંપી દેવાઈ છે. ત્યારે પંજાબમાં આ જવાબદારી પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ (President of Punjab Pradesh BJP Yuva Morcha) પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે.

પ્રશાંત કોરાટ યુવા કાર્યકર્તાઓ સાથે પંજાબ જશે

પંજાબમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે

ગુજરાત પ્રદેશ યુવા મોરચાને પંજાબના ત્રણ જિલ્લા હોશિયારપુર, લુધિયાણા અને જલંધરમાં આવતી 16 વિધાનસભાની બેઠકો ઉપર પ્રચારની જવાબદારી સોંપાઈ છે. અહીં યુવા મોરચાના કાર્યકર્તા ડોર ટુ ડોર પ્રચાર કરશે. ગુજરાતથી 165 યુવા મોરચાના કાર્યકર્તાઓ પંજાબ (Gujarat Yuva Morcha Activists in Punjab) ગયા છે. હવે ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ 200 કાર્યકર્તાઓ સાથે પંજાબ જશે. જે પહેલા ETV ભારત સાથે પ્રશાંત કોરાટ વાત કરી હતી...!

આ પણ વાંચોઃPunjab Assembly Election 2022: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા

1. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપ માટે પ્રચારનું કાર્ય કેટલું પડકારજનક રહેશે ?

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાતના કાર્યકર્તાઓને અલગ-અલગ રાજ્યની જવાબદારી (Activists of Gujarat the Responsibility of Elections) સોંપાઈ છે. તેવી જ રીતે ભાજપ પ્રદેશ યુવા મોરચાને પંજાબમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે. 165 થી વધુ યુવા કાર્યકર્તાઓ પંજાબ પહોંચ્યા છે. તેઓ 09 ફેબ્રુઆરીએ તેમના સોંપાયેલી ત્રણ જિલ્લાની 16 જેટલી વિધાનસભા બેઠક ઉપર બુથ સ્તરે કામગીરી કરશે.

2. આ વખતે અકાલી દળ ભાજપ સાથે નથી. કયા મુદ્દાઓથી ભાજપ મતદાતાઓને આકર્ષશે ?

અમારું કામ ભાજપની કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી (Elections in Five States) પહોંચાડવાનું છે. અમે બુથ સ્તરે કામગીરી કરવા ત્યાં જઈ રહ્યા છીએ. અગાઉ જ્યારે પંજાબમાં ભાજપના ભાગીદારીની સરકાર હતી તે વખતના કામોને લિસ્ટ સાથે અમે લોકોને જણાવીશું.

3.પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપમાંથી આવો ચહેરો કોણ હશે ?

પંજાબમાં ભાજપના મુખ્ય પ્રધાનનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે. અમારું કામ 16 વિધાનસભા બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત કરવાનું છે.

4. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ સર્જાઈ હતી તે પ્રચારનો મુદ્દો રહેશે ?

વડાપ્રધાનના પદને હાનિ પહોંચાડવાનું કાર્ય પંજાબના મુખ્યપ્રધાને કર્યું હતું. તે વાતને અમે લોકો ચોક્કસથી ઉજાગર કરીશું.

આ પણ વાંચો:Punjab Assembly Election 2022: પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, 'કેપ્ટન'ની પાર્ટીના ભાગે આવી આટલી સીટો

Last Updated : Feb 8, 2022, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details