આ આંતકી હુમલામાં 30 લોકો મોતને ભેટ્યા હતા. તે દિવસે મંદિરમાં આરતીની ધૂનને બદલે ફાયરિંગનો અવાજ સંભળાતો હતો. પાટનગર ખાતે 2002માં આ હુમલો થયો હતો. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 24-2-2002ના રોજ આંતકીઓએ હથિયાર સાથે હુમલો કર્યો હતો. આ મંદિરમાં પ્રવેશી ભક્તોને બાનમાં લીધા હતા. આ દરમિયાન નેશનલ સિક્યુરીટી ગાર્ડને દિલ્હીથી બોલાવાયા હતા. જ્યાં વિશેષ ઓપરેશન કરી બંને આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
જુઓ શું કહ્યું, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા...
જુઓ શું કહ્યું રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ હુમલામાં એન.એસ.જી કમાન્ડો ફોર્સ જવાન અને ત્રણ એસ.આર.પી. જવાન સહિત 33 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 23 પોલીસ જવાનો સહિત 86 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. યાસીન કાશ્મીર પાર્સિંગ એમ્બેસેડર કારમાં કેવિટી બનાવડાવી તેમાં AK47 અને અન્ય હથિયારો ચાંદખાન મારફતે ઉત્તર પ્રદેશના બરેલીમાં પહોંચાડ્યા હતા. બાદમાં અન્ય આંતકવાદીઓ સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો.
હુમલા બાદ મુખ્ય આરોપી યાસની મહંમદી POKમાં છુપાઈ ગયો હતો. ગુજરાત એ.ટી.એસની ટીમ તેને શોધી રહી હતી. દરમિયાન તે જમ્મુ કાશ્મીરના અનંતનાગમા હોવાની માહિતી મળતાં એટીએસની ટીમે તેની ધરપકડ કરી છે અને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે.