ગાંધીનગર : આ સમગ્ર ઘટના મામલે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, છોટા શકીલના સાગરિતો દ્વારા ગઇકાલે મોડી રાત્રે અમદાવાદના રીલીફ રોડ વિસ્તારમાં આવેલી વિનસ હોટલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS દ્વારા તપાસ કરવામાં આવી હતી.
શાર્પ શૂટરના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયા અને કમલમના વીડિયો મળ્યા, એકની ધરપકડ બીજાની તપાસ શરૂ : પ્રદીપસિંહ જાડેજા - શાર્પ શૂટર ઈરફાન ઇલ્યાસ શેખ
ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયા પર હુમલો કરવા આવેલા છોટા શકીલના સાગરિતો દ્વારા ગઇકાલે બુધવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના વળતા જવાબમાં ATS અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપીની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રદીપસિંહ જાડેજા
પોલીસને માહિતી મળી હતી કે, ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયા પર જાનલેવા હુમલો થવાનો છે, ત્યારે પોલીસ તપાસ અર્થે જતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને ATSના અધિકારીઓ ઉપર શાર્પ શૂટરો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના જાંબાજ અધિકારીઓએ વળતો હુમલો કરી એક શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે તેની સાથે રહેલા બીજા અન્ય શાર્પ શૂટરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.