અમદાવાદમાં ABVP અને NSUI વચ્ચે થયેલી અથડામણને અંગે રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "કાર્યકરો વગર પરમિશને અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે ગયા, ત્યારે તેઓની પાસે હથિયારો અને લાકડી હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિરોધના હેતુથી જ ગયા હતા. આમ, NSUIના વિદ્યાર્થીઓ દ્વારા જ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું.
ABVP અંગે વાત કરતાં જાડેજાએ કહ્યું હતું કે, "NSUIએ પહેલા હુમલો કર્યો હતો. જ્યારે ABVPના વિદ્યાર્થી નેતાઓ આવનારી યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે ભેગા થયા હતા. NSUIના વિદ્યાર્થી નેતાઓ વિરૂદ્ધ પણ પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે."
પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન આ ઘટનાની પોલીસ કાર્યવાહી વિશે વાતકરતાં જણાવ્યું હતું કે, "આ કેસની તપાસ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે આ કેસની વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેમાં NSUIના વિદ્યાર્થી નેતાઓ પાસેથી ક્યાંથી લાકડી અને હથિયાર આવ્યા તેની શરૂઆતથી તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 દિવસથી ખેલાડીને મહિલા ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેસીને સરકારના નિયમોનો વિરોધ કરી રહી છે. ત્યારે તે બાબતે પણ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સરકાર તમામ સમાજને સરખો ન્યાય કરવા માટે કટિબદ્ધ હોવાનું જાડેજાએ જણાવ્યું હતું.