ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના 70 ડેમમાં 30 ટકાથી ઓછું પાણી, સૌરાષ્ટ્રના 40 ડેમોનો સમાવેશ - ડેમ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે વરસાદના કારણે તમામ ડેમમાં નવા નીરની આવક થઇ છે. પરંતુ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક નાના ડેમમાં હજુ પણ ૩૦ ટકાથી ઓછું પાણી હોય તેવી વિગતો જળસંપતિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ ૭૦ જેટલા ડેમમાં ૩૦ ટકાથી ઓછું પાણી છે.

ગુજરાતના 70 ડેમમાં 30 ટકાથી ઓછું પાણી,જેમાં સૌરાષ્ટ્રના 40 ડેમોનો સમાવેશ

By

Published : Aug 13, 2019, 7:51 PM IST

જેમાં મહત્તમ સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતના 70 ડેમમાં પાણીની કટોકટી છે. બનાસકાંઠાના 3 ડેમમાં 10 ટકા, અમરેલીના 8 ડેમમાં 20 ટકા, ભાવનગરના 11 ડેમમાં 15 ટકાથી ઓછું પાણી છે.

  • જૂનાગઢના 6 ડેમમાં 20 ટકા ઓછું પાણી
  • પોરબંદરના 5 ડેમોમાં 20 ટકાથી ઓછું પાણી,
  • રાજકોટના 7 ડેમોમાં 15 ટકા થી ઓછું પાણી,
  • દ્વારકાના 6 ડેમોમાં 10 ટકા થી ઓછું પાણી,
  • અમરેલી 8 ડેમોમાં 20 ટકા થી ઓછું પાણી,
  • કચ્છના 5 ડેમમાં 10 ટકા થી ઓછું પાણી,
  • બોટાદના 3 ડેમોમાં 15 ટકા થી ઓછું પાણી

જિલ્લા પ્રમાણે ડેમની સ્થિતિ ટકાવારી પ્રમાણે

જિલ્લો ડેમ ટકા
બનાસકાંઠા મુક્તેશ્વર ડેમ 6.77%
દાંતીવાડા 9.95%
સિપુ 10.96%
મહેસાણા ધરોઈ 21.99%
અરવલ્લી વાત્રક 20.24%
સાબરકાંઠા જવાનપુરા 0.06%
હરનાવ 37.10%
કચ્છ રુદ્રમાતા 3.23%
નિરુણા 26.57%
કાશવાતી. 0.85%
ગજોદ 5.97%
કાલાઘોડા. 19.68%
અમરેલી ખોડિયાર 22.68%
ઘેબી 22.91%
ઘાતરવાડી 15.86%
રાયડી 16.31%
વાડી. 22.03%
શેલદેદુમાલ 3.33%
સંકરોલી 22.74%
ઘાતરવાડી-2 10.30%
ભાવનગર રાજાવાલ 9.11%
બોટાદ કાલુભાર. 28.72%
માલપરા 19.42%
ભાવનગર ખારો 16.67%
માલન 29.11%
રંધોળા 8.15%
લખકા 8.42%
અમીપરા 10.40%
હનોલ 15.18%
પિંગળી 15.64%
બાગડ 9.48%
રોજકી 20.80%
જસપરા માંડવા 13.98%
બોટાદ ભીમદાદ 20.62%
કનિયાદ 12.63%
ગોમાં 15.17%
અમરેલી ઘેલો1 4.56%
દ્વારકા શાની 3.43%
વારતું 1 0.34
જામનગર વિજરખી. 6.80%
ફુલજર 27.57%
દ્વારકા સોનમતી 1.76%
શેઢાભથરી 0.89%
જામનગર વેરડી 8.10%
દ્વારકા સિંધાની. 2.29%
કબારકા 11.16%
જૂનાગઢ પ્રેમપરા 11.28%
વ્રજમી. 4.83%
ધ્રાપડ 28.79%
બાટવા ખારો 14.52%
ઓજત-વેર 3.59%
ઓજત વંથલી 21.23%
પોરબંદર ફોદરનીશ 20.25%
ખંભાડા 4.23%
સોરઠી 0.24%
કાલિન્દરી 4.6%
રાજકોટ વેણુ2 5.31%
કારમલ 30.31%
સુરવો 16.62%
સોદાવદર 16.12%
ઘેલો-એસ 11.22%
ઇશ્વરીયા 19.62%
માલગઢ 8.71%
સુરેન્દ્રનગર મોરસાહી 26.15%
જામનગર વેરડી-2 7.25%
દ્વારકા મિન્સર-૫ 4.27%
સાબરકાંઠા ખેડવા 30.01%
પોરબંદર રાણા ખીરાસરા 6.47%

ABOUT THE AUTHOR

...view details