ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાની ચૂંટણીમાં 70 રાજકીય પક્ષો મેદાને, 139 મહિલા ઉમેદવારે નોંધાવી ઉમેદવારી - political party fight elections

રાજ્યમાં પહેલા અને બીજા તબક્કામાં 70 જેટલા રાજકીય પક્ષોના કુલ 1,621 જેટલા ઉમેદવારો ચૂંટણીના (Gujarat Election 2022) મેદાને છે. રાજ્ય ચૂંટણી પંચે (Election Commission of Gujarat) વિશેષ અહેવાલ બહાર પાડી આ માહિતી આપી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં 70 રાજકીય પક્ષો મેદાને, 139 મહિલા ઉમેદવારે નોંધાવી ઉમેદવારી
વિધાનસભાની ચૂંટણીમાં 70 રાજકીય પક્ષો મેદાને, 139 મહિલા ઉમેદવારે નોંધાવી ઉમેદવારી

By

Published : Nov 24, 2022, 9:02 AM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) અંતર્ગત ફોર્મ ભરવાની અને સ્વીકારવાની તમામ કામગીરી હવે પૂર્ણ થઈ છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ (Election Commission of Gujarat) આજે એક ખાસ અહેવાલ બહાર પાડ્યું હતું. ગુજરાત વિધાનસભાના પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 જેટલા રાજકીય પક્ષોના કુલ 1621 જેટલા ઉમેદવારો ચૂંટણીના (Gujarat Election 2022) મેદાને જોવા મળશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં 182 બેઠકો માટે મતદાન (political party fight elections) યોજાશે.

પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષ, બીજા તબક્કામાં 60 પક્ષોપ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના (political party fight elections) અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી (Gujarat Election 2022) યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.

29 પક્ષો બન્ને તબક્કામાં ચૂંટણી લડશે29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે 10 રાજકીય પક્ષોએ (political party fight elections) માત્ર પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં (Gujarat Election 2022) ઉમેદવારી નોંધાવી છે. આમ, બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણીમાં છે.

ભાજપ 17 મહિલા ઉમેદવાર, કૉંગ્રેસે 12 મહિલા ઉમેદવાર અને AAPએ 6 મહિલા ઉમેદવારરાજ્ય ચૂંટણી પંચ (Election Commission of Gujarat) દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આમ આદમી પાર્ટીએ પ્રથમ તબક્કામાં 5 મહિલા અને બીજા તબક્કામાં 1 મહિલાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ અને બીજા તબક્કા મળીને કુલ 17 જેટલી મહિલાઓને દાવેદારી કરવાનો તક આપવામાં આવી છે.

મહિલા ઉમેદવારો પણ મેદાને પ્રથમ તબક્કામાં 9 મહિલા અને બીજા તબક્કામાં 8 જેટલી મહિલાઓને વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Election 2022) ઉમેદવાર તરીકે સામે આવ્યા છે. જ્યારે કૉંગ્રેસ પક્ષની વાત કરીએ તો, કૉંગ્રેસ પક્ષે પ્રથમ તબક્કામાં 6 મહિલાઓ અને બીજા તબક્કામાં મળીને કુલ 8 જેટલી મહિલાઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી 182 બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં 70 મહિલાઓ અને બીજા તબક્કામાં 69 જેટલી મહિલાઓ મળીને કૂલ 139 મહિલાઓ ઉમેદવારી નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details