ગાંધીનગરરાજ્યના રાજકીય પક્ષો (Gujarat Political News) હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) રંગાઈ ગયા છે. ગુજરાતમાં રાજકીય વાતાવરણ પણ જામી ગયું છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જનતાને આકર્ષવા માટે અનેક સ્લોગન (political parties slogans in gujarat) તૈયાર કર્યા છે. સોશિયલ મીડિયામાં આ સ્લોગનનો ભરપૂર પ્રચાર પ્રસાર (Election Campaign in Gujarat) કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી હોય કે, લોકસભાની ચૂંટણી. તે વખતે આવા ચૂંટણીના સ્લોગન રાજકીય પક્ષો માટે કેટલા મહત્વના હોય છે? તે માટે જુઓ ETV ભારતનો આ વિશેષ અહેવાલ.
ભાજપનું સૂત્રગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભાજપ ગુજરાત દ્વારા 'ભરોસાની ભાજપ સરકાર'નું નવું સ્લોગન આપવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો, આ સૂત્ર તૈયાર કરવામાં અનેક દિવસોની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના મતદારોને આકર્ષવા માટે ગામડાના શબ્દનો ઉપયોગ પણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં 'સૌનો સાથ સૌના વિકાસ'ના સૂત્ર સાથે ભાજપ પક્ષ ચૂંટણી મેદાને આવ્યું હતું અને (Gujarat BJP Slogan) તેમાં 99 બેઠક સાથે ભાજપનો વિજય થયો હતો.
કૉંગ્રેસનું કામ બોલે છેગુજરાત કૉંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) "કોંગ્રેસનું કામ બોલે છે"નું સ્લોગન (Gujarat Congress Slogan) આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ પક્ષનું એક હથ્થું શાસન છે. વર્ષ 1995 પહેલાં ગુજરાતમાં કૉંગ્રેસની સત્તા રહી છે. કેન્દ્રિય સ્થાન પર પણ કૉંગ્રેસની સત્તા હતી. તે દરમિયાન કૉંગ્રેસ પક્ષે જેટલા મોટા કામ કર્યા છે તે તમામ કામોને એક પોસ્ટર તૈયાર કરીને વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસનું કામ બોલે છે તેવું સૂત્ર કૉંગ્રેસે આ વખતે આપ્યું છે. જ્યારે ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસે કાઈ કામ કર્યું ન હોવાનો આક્ષેપ પ્રતિઆક્ષેપ ગૃહમાં થયા છે. તેને લઈને અને ગુજરાતની જનતાને સંદેશો આપવા માટે "કૉંગ્રેસનું કામ બોલે છે" તેવું સ્લોગન આપ્યું છે.
AAPનું સ્લોગન 'એક મોકો આપને'વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) આમ આદમી પાર્ટી થોડી જ બેઠકો ઉપર જ ચૂંટણી લડી હતી, પરંતુ તમામ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) કમર કસીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જાહેર મંચ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં "એક મોકો આપને" નું સ્લોગન આપ્યું હતું. જ્યારે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીને સરકારે કરેલા કામો અને ગુજરાતમાં કયા પ્રકારના ફેરફાર કરવા જેવા મુદ્દાઓને ટાંકીને 'એક મોકો આપને'નું સ્લોગન આપ્યું છે.