ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહનું મિશન દક્ષિણ ગુજરાત, 35 બેઠકો પર જીત મેળવવા પ્રવાસ શરૂ - 35 બેઠકો પર જીત મેળવવા પ્રવાસ શરૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કુલ 7 જિલ્લાની 35 બેઠકો (35 Seats Of South Gujarat) છે. આ બેઠકો પર ભાજપની જીત થાય એ માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે વલસાડથી પોતાનો રાજકીય પ્રવાસ શરૂ કરી દીધો છે. પાંચ થી છ દિવસ સુધી શાહ ગુજરાતમાં રહેશે. સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ અને અન્ય રાજ્યોના લોકો પણ વસે છે. ત્યારે મતદાનની રંગોળીમાં જુદા જુદા રંગની ભાત ઉપસે છે. ઈટીવી ભારતના આ વિશેષ અહેવાલમાં નિષ્ણાતો પાસેથી જાણીએ કે દરેક પક્ષની ચૂંટણી માટે રાજકીય વ્યૂહરચના (Political Strategy For Election) શું રહેશે.

અમિત શાહનું મિશન દક્ષિણ ગુજરાત, 35 બેઠકો પર જીત મેળવવા પ્રવાસ શરૂ
અમિત શાહનું મિશન દક્ષિણ ગુજરાત, 35 બેઠકો પર જીત મેળવવા પ્રવાસ શરૂ

By

Published : Nov 3, 2022, 11:13 AM IST

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ તરત જ કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. જેમાં તેઓ દક્ષિણ ગુજરાતના વલસાડથી તેઓ પોતાનો રાજકીય પ્રવાસ શરૂ કરશે. અમિત શાહ પાંચ દિવસ સુધી ગુજરાતમાં રહીને જુદા જુદા ઝોનમાં પ્રવાસ કરવાના છે. આ પ્રવાસ દરમિયાન શાહ જુદા જુદા ઝોનના ભાજપ સંગઠન સાથે બેઠક કરશે. સંગઠનના જુદા જુદા પદાધિકારીઓને મળશે. ધનતેરસના દિવસે કડવા પાટીદાર સમાજની વાડીમાં રાજ્યના સાત જિલ્લાના સંગઠન બેઠક કરશે.

દક્ષિણ ગુજરાતની બેઠક પર ચૂંટણી સમીકરણ : દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 35 બેઠકોનો ( 35 Seats Of South Gujarat )સમાવેશ થાય છે. જિલ્લાવાર જોઇએ તો સુરતમાં 16 , તાપીમાં 02, ડાંગમાં 01, નવસારીમાં 04 , ભરુચમાં 05, વલસાડમાં 05 , અને નર્મદા 02 માં બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી ગત ચૂંટણી 2017ની ચૂંટણી પરિણામ વિશે જોઇએ લઇએ તો કુલ 7 જિલ્લાની 35માંથી 25 બેઠક પર ભાજપ જીતી હતી. 8 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી અને બે બેઠક બીટીપીના ફાળે ગઈ હતી.

આ ચિત્રમાં નવું પરિમાણ દાખલ થશે કે નહીં તે મતદારોના હાથમાં

દક્ષિણ ગુજરાતની 35 બેઠકની કુલ મતદાર સંખ્યા : દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકો (35 Seats Of South Gujarat) પર કુલ મતદાર સંખ્યા જાણવા ચૂંટણી પંચની આખરી મતદાર યાદી પ્રમાણે નોંધાયેલી સંખ્યા મુજબ કુલ મતદાર સંખ્યા 95,63,000 (Total electorate of 35 seats of South Gujarat) છે. જેમાં કુલ પુરુષ મતદાર સંખ્યા 49,87,000 છે અને કુલ સ્ત્રી મતદાર સંખ્યા 45, 71,000 છે. જે આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

દક્ષિણ ગુજરાતનું જાતિગત સમીકરણ : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર અને આદિવાસી મતદારો છે. કોળી પટેલ અને લાખોની સંખ્યામાં વસતા ઉત્તર ભારતીયો પર દરેક પાર્ટીની નજર રહેશે.સુરત આ દ્રષ્ટિ ( Caste Equation of South Gujarat )એ એપી સેન્ટર છે કારણ કે અહીં લાખોની સંખ્યામાં ઉદ્યોગો અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં લોકો કાર્યરત છે. સુરતનો વરાછા વિસ્તાર મિની સૌરાષ્ટ્ર (Political Strategy For Election) તરીકે ઓળખાય છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat) આદિવાસી 14 બેઠકો છે, એક બેઠક એસટી અનામત અને બાકીની 20 બેઠકો સામાન્ય છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો છે એમાં 14 બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. આ વિસ્તાર એટલે પણ મહત્વનો છે કે રાજ્યમાં કુલ 27 આદિવાસી અનામત બેઠકોમાંથી અડઘી બેઠક અહીંયા છે. કોંગ્રેસે ગત વિધાનસભાની ચૂંટણીમાં 8 બેઠકો મેળવી હતી તે તમામમાંથી 7 બેઠકો આદિવાસી અનામતની મેળવી હતી. ભાજપની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 20 સામાન્ય બેઠકો છે એમાંથી 12 બેઠકો સુરત શહેરની છે. આ ઉપરાંત કુલ 17 બેઠકો શહેરી વિસ્તારમાંથી આવે છે. એ તમામ બેઠકો પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીમાં કોઇ અસ્તિત્વ નોંધાવ્યું ન હતું.

મહત્વની બેઠક અનુસાર જાતિ સમીકરણ : આ મુદ્દે સૌપહેલાં કોઇપણ પક્ષે સુરતનો જ વિચાર કરવો પડે. સુરત શહેર અને જિલ્લામાં મળી કુલ 16 બેઠક છે.તેની અલગ અલગ બેઠકો વિશે જાણીએ. સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અરવિંદભાઈ રાણા અહીંથી ધારાસભ્ય બન્યા હતા.સમગ્ર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં 77,365 મુસ્લિમ મતદારો છે. જ્યારે હિન્દુઓમાં 35,427 રાણા સમાજના, 14,286 ખત્રી સમાજના, 6259 ઘાંચી સમાજના અને બ્રાહ્મણ સમાજના 1000 લોકો છે. આ સાથે જ અહીં 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે, જેના કારણે મોટાભાગે અહીં પાતળી સરસાઈથી હારજીત થતી જોવા મળે છે.

આ મતદારો કયા પક્ષને પસંદ કરશે તે જોવું રહ્યું

સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક અહીં ભાજપે સતત 7 ટર્મ એટલે કે 1990થી 2017 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે. વર્ષ 2017માં ભાજપના પૂર્ણેશ મોદી જીત્યાં હતાં જેઓ હાલ રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે. આ બેઠક પર મૂળ સુરતીઓ રહે છે. ઘાંચી કોળી પટેલ સમાજના લોકોનું પ્રભુત્વ છે અને તેઓ નિર્ણાયક વોટર્સ હંમેશા સાબિત થયા છે. મજૂરા વિધાનસભા બેઠક પર મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ વસવાટ કરે છે. જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું આગવું પ્રભુત્વ છે. જ્ઞાતિ પ્રમાણે કહીએ તો ગુજરાતી જૈન મારવાડી 36,489, મોઢ વણિક, ખત્રી, રાણા સમાજ 24,999, પાટીદાર 24205, એસટી, એસસી 24,941, ઉત્તર ભારતીય 16230, પંજાબી સિંધી 12,198 મતદારો છે. કતારગામ વિધાનસભા બેઠક 2017માં પાટીદાર અનામત આંદોલન બાદ પણ આ બેઠક ભાજપે જીતી હતી. આ સેક્ટરનો મુખ્ય બિઝનેસ ડાયમંડ અને ટેક્સટાઈલ છે, પરંતુ મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ વિધાનસભા મતવિસ્તારમાં પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ છે અને મોટી સંખ્યામાં દલિત વર્ગ વસવાટ કરે છે. જે પાટીદાર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે.

વરાછા વિધાનસભા બેઠક આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. તેથી જ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતનું મિની સૌરાષ્ટ્ર એટલે વરાછા બેઠક. કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને રાજકારણ આ ત્રણેય બાબતોમાં સુરતની આ બેઠક નિર્ણાયક (Political Strategy For Election) અને અગ્રેસર રહે છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવામાં ભારે મુશ્કેલી થઈ હતી. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે.

કરંજ વિધાનસભા બેઠક 2008માં વિધાનસભાના સીમાંકન પછી કરંજ વિધાનસભા બેઠકની રચના કરવામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રવીણભાઈ ઘોઘારીએ જીત મેળવી હતી. અહીં રહેતા 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે. જ્યારે બાકીના 40 ટકામાં અન્ય તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ડાયમંડ અને એમ્બ્રોઇડરીના કારખાના આવેલા છે, જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કામદારો કામ કરે છે.

લીંબાયત વિધાનસભા બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન બાદ લીંબાયત બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર મરાઠી અને મુસ્લિમોના મત વધુ માત્રામાં જોવા મળે છે. મરાઠી સમાજના મતોનું અહીં વિશેષ (Political Strategy For Election) મહત્વ છે. ગોડાદરા નગરપાલિકાઓ અને ડિંડોલી, ખારવાસાનીનગર પંચાયતોના જોડાણને કારણે આ બેઠકના વિસ્તાર અને વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાકીય રીતે જોઈએ તો લીંબાયત બેઠક પર આશરે મરાઠી 80235, મુસ્લિમ 76758, ગુજરાતી 28290, ઉત્તર ભારતીયો 20795, રાજસ્થાની 11282, તેલુગુ 12220, આંધ્રપ્રદેશ 130 ની સંખ્યામાં જોવા મળે છે.

ઉધના વિધાનસભા બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી. સુરત-નવસારી હાઇવે પરનો આ ઔદ્યોગિક વિસ્તાર છે. 2017માં ભાજપના વિવેક નરોત્તમભાઈ પટેલ વિજયી બન્યા હતાં. આ વિધાનસભામાં પાટીદાર સમાજના લોકો નિર્ણાયક છે. આજ કારણ છે કે ભાજપ બે વખત અહીંથી પાટીદાર સમાજના ઉમેદવારને ઉભો કરી ચૂકી છે. ઉત્તર ભારતીય મરાઠી સહિત દક્ષિણ ભારતના લોકો પણ અહીં વસવાટ કરે છે.

સુરત ઉત્તર વિધાનસભા બેઠક વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાઓને મેદાન પર ઉતાર્યા હતા. ભાજપે કાંતિ બલર અને કોંગ્રેસે દિનેશ કાછડીયાને ટીકીટ આપી હતી. આ બંને નેતાઓ પાટીદાર હતાં. ભાજપના ઉમેદવાર કાંતિ બલર અહીંથી વિજય થયા હતા. સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જ્યારે 26 હજાર મુસ્લિમ મતદારો છે.

સુરત ગ્રામ્યની 6 વિધાનસભા બેઠક સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, કામરેજ અને માંગરોળ વિધાનસભા બેઠક પૈકી હાલ માંડવી વિધાનસભા બેઠક કોંગ્રેસના કબજામાં છે. જ્યારે બાકીની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો સતત 6 ટર્મથી દબદબો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ઝંખનાબેન પટેલે જીત મેળવી હતી. આ બેઠક પર હંમેશા કાંઠા વિભાગના કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. 2012માં થયેલ નવા સીમાંકન બાદ ચોર્યાસી વિધાનસભા બેઠકમાં તમામ પ્રકારના લોકો વસવાટ કરે છે. આ વિધાનસભા બેઠક પર સૌથી વધુ કોળી મતદારો છે. ત્યારબાદ ખલાસી માછી, મુસ્લિમ, ક્ષત્રિય, પ્રજાપતિ, પાટીદાર, હળપતિ, દલિત, બ્રાહ્મણ, દેસાઈ, રાજપૂત, OBC તથા ગુજરાતી મતદારો વસવાટ કરે છે.

બારડોલી વિધાનસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. નવા સીમાંકન બાદ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે.બારડોલી નગરપાલિકા ઉપરાંત બારડોલી તાલુકાનાં 58 ગામો, પલસાણા તાલુકાના તમામ 58 ગામો અને ચોર્યાસી તાલુકાના 19 ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર પહેલાથી જ આદિવાસી મતદારો હળપતિ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. હળપતિ સમાજનો ઝોક કઈ તરફ રહે છે તેના પર વિધાનસભાનું ભાવિ (Political Strategy For Election) નક્કી થાય છે. આ ઉપરાંત પાટીદાર મતદારો પણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મહત્વના સાબિત થશે. કામરેજ વિધાનસભા બેઠક વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી વિધાનસભા બેઠક માનવામાં આવે છે. આ વિધાનસભા સુરત શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં ફેલાયેલી છે. આ બેઠક પર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે. પહેલાથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.પાટીદાર આંદોલન વખતે પણ કામરેજ વિધાનસભા બેઠક કેન્દ્રમાં રહી હતી.

મહુવા વિધાનસભા અનુસુચિત જનજાતિ માટે અનામત રહેલી આ વિધાનસભામાં મહુવા તાલુકાના તમામ ગામો, બારડોલી તાલુકાનાં પુર્વ તરફના 29 ગામો અને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તમામ ગામોનો સમાવેશ થાય છે. તાપી અને સુરત જિલ્લામાં ફેલાયેલી આ બેઠક પર ચૌધરી અને ધોડિયા સમાજનું પ્રભુત્વ રહેલું છે. માંડવી વિધાનસભા બેઠક પર 2 લાખ 46 હજાર 736 મતદારો છે. માંડવી વિધાનસભામાં માંડવી અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં સમાવિષ્ટ સોનગઢ પટ્ટીના વિસ્તારોમાં ખ્રિસ્તી મતોનું જ્યારે માંડવી તાલુકામાં ચૌધરી અને વસાવા સમાજનું પ્રભુત્વ છે.

ઓલપાડ વિધાનસભા બેઠક જિલ્લાની 6 બેઠકો પૈકી ઓલપાડ બેઠક સામાન્ય છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનો આ બેઠકમાં સમાવેશ થાય છે.જેમાં મોટા ભાગના મતદારો શહેર વિસ્તારમાં છે.માંગરોળ વિધાનસભા અનુસુચિત જનજાતિ માટે અનામત છે. ભાજપના ગણપત વસાવાનું ગઢ છે. આ બેઠકમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર વસાવા સમાજનું પ્રભુત્વ રહેલું છે. મુસ્લિમોના 40,000 વધુ મતદારો હોવા છતાં આ મતદારોનો ઝોક ભાજપ તરફી જોવા મળે છે. અહીં માત્ર કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજા પક્ષનું અસ્તિત્વ નહિવત છે. તેમ છતાં બીટીપી મતદાન પર થોડી ઘણી અસર (Political Strategy For Election) કરી શકે એમ છે.

તાપીજિલ્લાનું જાતિગત સમીકણ ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી તાપીના ફાળે 2 વિધાનસભા બેઠકો છે. જેમાંની એક વ્યારા વિધાનસભા અને બીજી નિઝર વિધાનસભાની બેઠક છે. વ્યારા અને નિઝર વિધાનસભા સીટ માટે ચૂંટણીનાં ઉપલક્ષમાં કેટલીક મહત્ત્વની બાબતો આ પ્રમાણે છે. તાપી જિલ્લાની બંને વિધાનસભા બહુલ આદિવાસી વિસ્તાર હોવાથી અહીંની પ્રજામાં પણ ધાર્મિકતાના જુદા જુદા વિભાગ છે, જેમાં હિન્દુ ધર્મને માનનારા, ખ્રિસ્તી ધર્મને માનનારા તથા ફક્ત પ્રકૃતિ પૂજાને માનનારા લોકો આ વિસ્તારમાં રહે છે. જેમાં આશરે 45 ટકાથી વધુ હિન્દુઓની વસ્તી અને 40 ટકામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ સાથે 5 ટકા અન્ય ધર્મને પાળનારા વસવાટ કરે છે અને તેઓ ચૂંટણી દરમિયાન ખૂબ મોટો (Political Strategy For Election) ભાગ ભજવે છે.

વલસાડજિલ્લાનું જાતિગત સમીકણ જોઇએ તો વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠક આવે છે. ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગાવનો સમાવેશ થાય છે. પારડી વિધાનસભા બેઠક હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું વિધાનસભા ક્ષેત્ર છે. 43 ગામ અને વાપી શહેર તેમજ વાપી GIDC આ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. પારડી તાલુકામાં પારસીઓની ઐતિહાસિક અગિયારી જ્યાં આવેલી છે તે ઉદવાડા અને માછીમારી માટે જાણીતું ઉમરસાડી બંદર પણ પારડી તાલુકામાં આવ્યું છે.કોળી પટેલ, ધોડિયા પટેલ, ભંડારી પટેલ, હળપતિ સમાજ, દેસાઈ, જૈન, ટંડેલ, મુસ્લિમ તેમજ ઔદ્યોગિક વસાહતને કારણે સ્થાયી થયેલા ગુજરાતના અન્ય જિલ્લાના વિવિધ સમાજના લોકો, યુપી, બિહાર, રાજસ્થાન સહિત દેશના દરેક રાજ્યના લોકો (Political Strategy For Election) અહીંના મતદારો છે.

વલસાડ વિધાનસભા બેઠક આ બેઠક પર 2012 અને 2017માં ભાજપે જીતી હતી. અહીં કોળી પટેલ, ઘોડીયા, માચી, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે. હાલ આ બેઠક પર ભાજપના ભરત પટેલ ધારાસભ્ય છે. ઉમરગામ વિધાનસભા બેઠક ગુજરાત રાજ્યમાં કુલ 182 વિધાનસભા ક્ષેત્ર છે તેમાં છેલ્લી 182મી વિધાનસભા બેઠક છે. બેઠક 1995થી ભાજપના કબજામાં છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં કુલ 53 ગામ અને ઉમરગામ નગરપાલિકા શહેરી વિસ્તાર છે. વારલી સમાજ, માછીમારો, ધોડિયા પટેલ, કોળી પટેલ અહીંના નિર્ણાયક મતદારો છે. પરપ્રાંતીય લોકોની પણ ખૂબ મોટી વસ્તી છે. ગુજરાતી ભાષા ઉપરાંત અહીં મહારાષ્ટ્રની સરહદ હોય મરાઠી, હિન્દી ભાષા (Political Strategy For Election) પણ વધુ પ્રમાણમાં બોલતી ભાષા છે. માછીમારી પર નભતા માછીમારોની અહીં સારી એવી વસ્તી છે.

ધરમપુરવિધાનસભા બેઠકમાં મોટાભાગે મતદારો માત્ર ખેતી ઉપર નભે છે. આ વિસ્તારમાં વારલી, કુંકના અને ધોડિયા પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવે છે. તેમજ બેઠક ઉપર ઉમેદવાર પણ એસટી દર વખતે ઉમેદવારી કરી શકે છે. કપરાડા વિધાનસભા બેઠકમાં સૌથી વધારે જાતિ અનુગત વાત કરીએ તો ધોડિયા જ્ઞાતિના મતદારો વધારે છે. જે બાદ કરતા અંદરના ગામોમાં વારલી અને કુકણા અને આદિમ જૂથના લોકો પણ વસવાટ કરે છે. અત્યાર સુધીમાં અહી વારલી અને કુકણા સમાજમાંથી આવતા ઉમેદવારો જ વિજય બન્યા છે. ત્યારે જાતિ મુજબ આંકડા જોઈએ તો કપરાડામાં ધોડિયા પટેલની વસ્તી 2022 મુજબ 98070 ,વારલી 82286, કુકણા 51403, લઘુમતી 2009,આદિમજૂથ 11714,ઓબીસી 730 ,એસ સી 1018 બક્ષીપંચ 13358 જેટલા થાય છે. ત્યારે તમામ જ્ઞાતિ સમીકરણ (Political Strategy For Election) પણ અહી અસર કરી શકે છે.

ડાંગ જિલ્લો100 ટકા આદિવાસી વિસ્તાર હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતારચડાવ થતાં રહ્યાં છે. બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ડાંગ જિલ્લામાં વિધાનસભાની એક જ બેઠક છે. જે બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJPને ફક્ત એકવાર જીત મળી છે.

નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠક આવે છે. જલાલપોર, નવસારી, ગણદેવી અને વાંસદા. છેલ્લી મતદાર યાદી પ્રમાણે જોઈએ તો નવસારી જિલ્લામાં કુલ 10.78 લાખ મતદારો છે, જેમાં 5.38 લાખ પુરુષ મતદારો, 5.39 લાખ મહિલા મતદારો અને 38 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 2017ની ચૂંટણીના પરિણામ જોઈએ તો કુલ 4 બેઠકમાંથી 3 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી.

ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠક આવે છે. જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. અપડેટ થયેલી મતદાર યાદી પ્રમાણે ભરૂચ જિલ્લામાં કુલ 12.65 લાખ મતદારો છે, જેમાં 6.49 લાખ પુરુષ મતદારો, 6.15 લાખ મહિલા મતદારો છે અને 71 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 2017ની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 3 બેઠક પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર બીટીપીની જીત થઈ હતી.

નર્મદા જિલ્લો નર્મદા જિલ્લામાં કુલ બે બેઠક આવે છે. નાંદોદ અને ડેડિયાપાડા બેઠક છે. મતદારયાદી પ્રમાણે કુલ 4.57 લાખ મતદારો છે, જેમાં 2.30 લાખ પુરુષ મતદારો, 2.27 મહિલા મતદારો અને 3 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 2017ની ચૂંટણીના પરિણામ મુજબ 1 બેઠક પર બીટીપી અને 1 બેઠક પર કોંગ્રેસ જીતી હતી.

દક્ષિણ ગુજરાતના મુદ્દાઓ દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat )શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર અલગ અલગ બાબતો (South Gujarat issues) લોકો માટે મહત્ત્વની છે. સુરતમાં શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને લઇને રોજગારીનો મુદ્દો ઓછો પ્રભાવી છે. સુરતની શહેરની તમામ બેઠક અને કંઇક અંશે ગ્રામ્ય બેઠકો પર પણ સિવિક ફેસિલિટીઝ અને કાયદો તથા ન્યાયની વ્યવસ્થાની સમસ્યાઓ દૂર કરવી મોટો મુદ્દો છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં જ્યાં તાપી અને ડાંગમાં તે સૌથી મોટો ચૂંટણી મુદ્દો બનશે. ભરુચ અને નર્મદાના કેટલાક વિસ્તારોમાં પ્રવાસન વિકાસ છે તો ત્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ મોટો મુદ્દો છે. વળી ગુનાખોરીનું વધતું પ્રમાણ અને શિક્ષણ અને આરોગ્ય વિષયક સુવિધાઓની વાતો લોકોને આકર્ષી શકે છે. શહેરી વિસ્તારોને બાદ કરતાં, સ્થાનિક રોજગારી, પીવાનું શુદ્ધ પાણી અને સારા માર્ગો લોકો માટે મહત્ત્વના ( Political Strategy For Election) મુદ્દા છે.

ભાજપ કોંગ્રેસ અને આપની પ્રચાર રણનીતિ :દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકોના (35 Seats Of South Gujarat) રાજકારણમાં અનેક નવા પરિમાણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 22022 દરમિયાન ઉમેરાયાં છે. આ સમગ્ર વિસ્તારની મહત્ત્વની ભૂમિકા (BJP Congress and AAP Election strategy) આ વખતની ગુજરાત ચૂંટણીમાં એટલે રહેવાની છે કે આમ આદમી પાર્ટીની મજબૂત ભૂમિકા ગત સમયમાં અહીંથી ઊભરી આવી છે જેણે હવે રાજ્યસ્તરનું રુપ ધારણ કર્યું છે. તેથી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાવા જઇ રહ્યો છે. આ વિસ્તારમાં સૌરાષ્ટ્રનું રાજકારણ પણ સીધી અસર કરવાનું છે. ત્યારે ભાજપના સી આર પાટીલ જે પોતે આ વિસ્તારમાંથી આવે છે તેમણે પક્ષની ચૂંટણી વ્યૂહરચનામાં આદિવાસી મતદારોને સાંકળીને ભારે મહેનત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને હજુ પણ આદિવાસીઓનો આવકાર મળે છે ત્યારે પોતાનું પ્રભુત્વ જાળવવા અને વધારવા કે પણ નર્મદા પાર તાપી રિવરલિંકનો મોટો મુદ્દો સળગતો રાખીને ચૂંટણી રણનીતિ કરવામાં આવી રહી છે. આપની વાત કરવામાં આવે તો ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટી બેધારી તલવારનું કામ કરી શકે છે. પાટીદારોના અસંતોષ પર ફૂંક મારી મારીને આપ ચૂંટણી રણનીતિ ખેલી રહ્યું છે ત્યાં ભાજપના પ્રચારના જેજે મુદ્દા છે જેવા કે વિકાસ, રોજગારી વગેરે પર વળતા હુમલા કરી મતદારોને ભાજપની વાત સાંભળતા અટકાવવાની સૌથી મોટી સ્ટ્રેટેજી ( Political Strategy For Election) આપે અમલમાં મૂકી છે.

દક્ષિણ ગુજરાતમાં રણનીતિ વિશે નિષ્ણાતોનો મત : દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તતી ત્રિપાંખિયા જંગની મજબૂત સંભાવનાઓને લઇને રાજકીય નિષ્ણાત નરેશ વરિયાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં (Political Experts on South Gujarat Assembly Seats) જણાવ્યું હતું કે સી આર પાટીલ અને ગોપાલ ઇટાલીયા આ વિસ્તારના છે તે ઉપરાંત હાલના સમયમાં ગુજરાતની આર્થિક રાજધાની સુરત પણ કહી શકાય.સૌરાષ્ટ્રવાસીઓની મોટી વસતી દક્ષિણ ગુજરાતની રાજનીતિ (Political Strategy For Election) ને સ્પર્શે છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ઉનાઈથી અંબાજી શરૂ થઈ હતી, એનું નામ યાત્રાને બિરસા મુંડા યાત્રા સાથે જોડવામાં આવ્યું છે. SMC ચૂંટણીમાં તેને 77 બેઠક મળી એ જ કારણ છે કે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટીને અહીંના પાટીદારોએ પીઠબળ પૂરું પાડ્યું છે. દક્ષિણ ગુજરાતની 35 પૈકી (35 Seats Of South Gujarat) 4 બેઠકો મુસ્લિમ નિર્ણાયક મતદારો ધરાવતી બેઠક છે. ભરૂચ. વાગરા. જંબુસર અને સુરત પૂર્વ. એજ પ્રમાણે સુરત શહેરની અંદર પણ લિંબાયત, ઉધના, ચોર્યાંસી આ બેઠકો એવી છે જે મીની ભારત કહેવાય. દક્ષિણ ભારત, ઉત્તર ભારત બિહારના લોકો પણ અહીંના વતની છે.આ ઉપરાંત રાજસ્થાનના જે લોકો વસે છે એ પણ ઉધના વિસ્તાર તથા વેસુ વિસ્તાર એટલે કે મજૂરા બેઠક જે વિસ્તારમાં વસે છે. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રવાસી છે એજ રીતે ઉત્તર ગુજરાતના જે લોકોએ આ વસે છે એ પણ મહત્વના છે. મહારાષ્ટ્રીયન્સનો રોલ છે. સુરત શહેરમાં 4 બેઠકો ઉપર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે. એક બેઠક ઉપર સંપૂર્ણપણે મહારાષ્ટ્રીયન પ્રભુત્વ છે. એક બેઠક ઉપર સંપૂર્ણપણે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે. દક્ષિણ ગુજરાતની અંદર જે આદિવાસી વિસ્તારો છે તેમાં આગેવાન નેતાઓને ભાજપમાં લાવીને વજન વધાર્યું છે. તેમ છતાં આદિવાસી સમાજનો વિરોધ પણ છે. રિવર લિંક યોજના સરકારે એટલે પડતી મૂકી છે. સાગરમાલા યોજનાનો પણ વિરોધ છે. તાજેતરમાં જ આદિવાસી યુવાન નેતા અને વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના અનંત પટેલ ઉપર હૂમલો થયો એનું મોબેલાઈજેશન થઈ રહ્યું છે ત્યારે એ પણ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022 )એક મુદ્દો બની શકે છે.

દક્ષિણ ગુજરાતની ચૂંટણીમાં પક્ષોની રણનીતિ :રાજકીય નિષ્ણાત ઉત્પલ દેસાઈએ ETV Bharat સાથે દક્ષિણ ગુજરાતની ચૂંટણીમાં પક્ષોની રણનીતિ (Political Strategy For Election) અંગે મત દર્શાવતાં (Political Experts on South Gujarat Assembly Seats) જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાની પાંચ બેઠકોમાં ધરમપુર સિવાય ચાર બેઠકો ઉપર ભાજપને કોઈ ખાસ વાંધો નહીં આવે. આમ આદમી પાર્ટીએ થોડો પગપસારો અહીં કર્યો છે. લોકોને એમ લાગે છે કે આમ આદમી પાર્ટીને કારણે ભાજપને નુકસાન થશે, પરંતુ અમારા મત અનુસાર આમ આદમી પાર્ટી કોંગ્રેસના જ મતદારોને તોડશે. ભાજપ માટે ધરમપુરની બેઠક પાર તાપી નર્મદા યોજનાનો વિરોધનો છે. ધરમપુરના 18 ગામોના લોકોમાં આજે પણ ખૂબ જ રોષ છે. વલસાડ જિલ્લામાં આ વખતના વરસાદમાં 90 થી 95 ટકા રસ્તાઓ ધોવાઈ ગયા હતાં. નેશનલ હાઈવે ઉપર જે ખાડાઓ પડ્યા હતા જેને કારણે સતત અકસ્માતો થયા અને કેટલાક નિર્દોષ લોકો મરી પણ ગયા. એ રસ્તાઓની મરામત કરવા માટે તંત્ર પાછળ રહ્યું એટલે લોકો માને છે કે સરકારે સમયસર આ બધી કામગીરી કરી નથી. મોંઘવારીનો મુદ્દો છે. જાતિવાદની વાત કરવામાં આવે તો ધરમપુર બેઠક ઉપર અસર કરે તેવું કહી શકાય છે કારણ કે તેના 49 ગામોમાં ધોડિયા પટેલ સમાજની વસ્તી વધારે છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય કિશનભાઇ પટેલ મુખ્ય દાવેદાર હોવાની ચર્ચાઓ છે. પણ અમારા મતે આ મુદ્દે કોંગ્રેસમાં ભારે વિરોધ છે. એ વિરોધ કોંગ્રેસને (Gujarat Assembly Election 2022) ફરી નડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details