- હવે પોલીસ દારૂડિયાઓને નહીં સુંઘે
- કોવિડ 19ની દહેશતને કારણે લેવાયો નિર્ણય
- જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી પોલીસ દારૂડિયાઓને નહીં સુંઘે
- કોવિડ 19 લીધે કરવામાં આવ્યો સુધારો
હવે દારૂડિયાઓને શોધવા માટે પોલીસ મોઢું નહીં સુંઘે, કોવિડ 19ને કારણે લેવાયો નિર્ણય - alcoholics
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે આજે પણ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો 1000થી પણ ઉપર નોંધાયા છે ત્યારે હવે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં દારૂડિયાઓને પકડવા તથા તપાસ માટે પોલીસને મોઢું સૂંઘવાની ફરજ પડે છે પરંતુ હવે covid-19 કહેરના કારણે હવે પોલીસ મોઢું નહિ સુંઘે તેવો નિર્ણય ગુજરાત નશાબંધી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસના કારણે નશો કરેલા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે સજની પરિસ્થિતિનું પંચનામું કરવાની પદ્ધતિમાં રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. દારુ કેફી પીણા લીધેલા લોકોનું મોઢું સુંઘવું, આંખો ચેક કરવી શરીરનું સંતુલન તેમ જ બોલતી વખતે જીભ લપસવાથી વગેરે ચકાસવામાં આવતું હતું. પરંતુ હવે કોરોનાની જે રીતની પરિસ્થિતિ દિવસેને દિવસે સર્જાઇ રહી છે તેને ધ્યાનમાં લઈને આ કોઈપણ પદ્ધતિ અપનાવવામાં આવશે નહીં.
જો જૂની પધ્ધતિ અપનાવે તો પોલીસ કર્મીઓ બને કોરોના પોઝિટિવ
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા નવા સુધારા સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દારુ-કેફી પીણા પી રહેલા આ લોકોને મોઢું નહીં, આંખ ચેક કરવી નહીં, શરીરનું સંતુલન તેમ જ બોલતી વખતે જીભ લપસવાથી વગેરે ચકાસવું નહીં, જ્યારે સુધારા સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ કોરોના સંક્રમિત હોય શકે છે અને જો પોલીસ કર્મી જૂની પદ્ધતિથી તપાસ કરે તો પોલીસ કર્મી પણ સંક્રમિત થઈ શકે છે. તેથી મોઢું સૂંઘવાથી તપાસ કરનાર કર્મચારી પણ સંક્રમિત થઈ શકે તેવા ભયના કારણે રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા સુધારા સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
બીજો આદેશ ના થાય ત્યાં સુધી મોઢું સૂંઘવુ નહીં
આ ઉપરાંત રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા સુધારા કરેલા પરિપત્રમાં એવી પણ સૂચના લખવામાં આવી છે કે, કોરોનાને ધ્યાનમાં લઈને બીજો આદેશ ન થાય ત્યાં સુધી નશો કરેલા વ્યક્તિનું મોઢું સૂંઘવાની કાર્યવાહી કોઈપણ પોલીસ કર્મચારીએ કરવી નહીં. આમ પોલીસ કર્મચારીઓને કોરોના સંક્રમિત થતા અટકાવવા માટે રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.