ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમોના શ્રીગણેશ કરતી પોલીસ, કર્મચારીઓથી શરૂઆત

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા દંડ અમલમાં આવશે. નાગરિકોને પોતાના વાહનના પુરાવા હેલ્મેટ સહિતની વસ્તુઓ પૂરી પાડવા માટે સમય આપવામાં આવ્યો છે. તેવા સમયે ગાંધીનગર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો અમલ તેમના કર્મચારીઓને નિયમો બતાવીને કરવામાં આવ્યો હતો. ગાંધીનગર SP કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપવામાં આવ્યો હતો. જેમાં ચેતન કમાન્ડોને પણ બક્ષવામાં આવ્યા ન હતા.

By

Published : Sep 14, 2019, 8:52 PM IST

Updated : Sep 14, 2019, 10:23 PM IST

gandhinagar

ટ્રાફિકના નવા નિયમોને લઈને પબ્લિક અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવ સામે આવી રહ્યા છે. લોકો સરકાર દ્વારા નક્કી કરાયેલા દંડ ભરવામાં આનાકાની કરવામાં આવી રહી છે. ત્યારે નાગરિકોને દંડ કરતી પોલીસ દ્વારા પહેલા પોતાના જ કર્મચારીઓને નિયમનું પાલન કરાવવાનું શરૂઆત કરી હતી. ગાંધીનગર SP દ્વારા શનિવારે કેમ્પસના બંને ગેટ પાસે ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી. કચેરીમાં આવતા કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવેશે તો તેમને મેમો આપવામાં આવશે.

ટ્રાફિકના નિયમોના શ્રીગણેશ કરતી પોલીસ, કર્મચારીઓથી શરૂઆત

SP કચેરીના મુખ્ય ગેટ આગળ સવારે 8થી 1 કલાક દરમિયાન 25 થી 30 લોકોને ટ્રાફિક નિયમનું પાલન ન કરવામાં આવતા દંડ કરવામાં આવ્યો હતો. જેમાં હેલ્મેટ નહીં પહેરનાર, સીટબેલ્ટ નહી બાંધનાર તેમજ કાળા કાચ રાખનાર વાહનચાલકોને પાવતી આપવામાં આવી હતી. તેની સાથે કર્મચારીઓને આગામી 16 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા નિયમોનું પાલન કરવાની માહિતી આપવામાં આવી હતી.

Last Updated : Sep 14, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details